1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: તિરુવલ્લુરઃ , શનિવાર, 8 એપ્રિલ 2023 (07:50 IST)

પત્ની ગુસ્સે થઈને પિયર ગઈ, ટ્રાન્સફોર્મર પર ચઢી ગયો પતિ, વીજળીના તાર ચાવી લીધા, પછી શુ જુઓ VIDEO

husband-wife quarrel
તમે ઘણી વાર સાંભળ્યું અને જોયું હશે કે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય તો પત્ની ગુસ્સે થઈને પોતાના પિયર જતી રહે છે,  થોડા દિવસો પછી મામલો ઉકેલાઈ જાય છે અને તે પાછી પણ આવે છે. પરંતુ તમિલનાડુમાં આવું ન બન્યુ. રાજ્યના તિરુવલ્લુર જિલ્લામાં, પતિ-પત્ની કોઈ મુદ્દે ઝઘડો થાય છે અને પત્ની તેના પિયર જતી રહે છે. આ પછી પતિએ એવું પગલું ભર્યું કે સાંભળીને તમે પણ ચોંકી જશો. 
 
મળતી માહિતી મુજબ, ધર્મદુરઈનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો જે બાદ તે તેના પિયર રેડ્ડીપલયમ જતી રહી.  ધર્મદુરઈએ તેની પત્નીને પરત લાવવા માટે ઘણો પ્રયાસ કર્યો. તેનું માનવું છે કે તેની પત્નીના ભાઈ તેને ઉશ્કેરી રહ્યા છે, જે માટે તે ઘણી વખત અરમ્બક્કમ પોલીસ સ્ટેશન ગયો. ધર્મદુરઈએ પોલીસને તેની પત્નીને પરત લાવવા કહ્યું હતું, પરંતુ છતા પણ પત્ની પાછી ફરી નહોતી.
 
બુધવારે પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો 
ધર્મદુરઈએ થોડા દિવસો સુધી રાહ જોઈ પરંતુ જ્યારે પત્ની પરત ન આવી, ત્યારે તે 5 એપ્રિલ, બુધવારે ફરીથી પોલીસ સ્ટેશન ગયો. જ્યારે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે તે નશામાં હતો. તેણે પોલીસકર્મચારીઓને તેની પત્નીને પરત લાવવા કહ્યું. તેને નશાની હાલતમાં જોઈને પોલીસકર્મીઓએ તેને થોડીવાર રાહ જોવા કહ્યું. તેને આ ગમ્યું નહીં અને પોલીસ સ્ટેશનની બહાર આવીને સામેના ઈલેક્ટ્રીક પોલ પર ચઢી ગયો.

 
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોલ પર રાખવામાં આવેલા ટ્રાન્સફોર્મર પર ચઢી રહ્યો છે. નીચે બેઠેલા પોલીસકર્મી સહિત અન્ય કેટલાક લોકો તેને નીચે ઉતરવાનું કહી રહ્યા છે, પરંતુ તે કોઈનું સાંભળતો નથી અને ટ્રાન્સફોર્મર સાથે જોડાયેલા ઈલેક્ટ્રીક વાયરને ચાવે છે. વાયર શરીરના સંપર્કમાં આવતાની સાથે જ એક ચિનગારી ઉત્પન્ન થાય છે અને તે ઢીલો પડી જાય છે. આ પછી ફરી એકવાર તેનું શરીર તાર સાથે અથડાય છે અને ફરીથી ચિનગારી ઉત્પન્ન થાય છે અને તે પછી તે નીચે પડી જાય છે. તે નીચે પડતાની સાથે જ પોલીસકર્મીઓ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જાય છે. તબીબોના જણાવ્યા અનુસાર, ધર્મદુરઈની હાલત નાજુક છે.