હવે ઉત્તરાખંડમાં ભૂસ્ખલન- ઉત્તરાખંડના ચમોલીમાં ફરી એક વખત ભુસ્ખલન થયું
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહીનો સિલસિલો રોકાઈ રહ્યો નથી. હવામાન વિભાગે પિથોરાગઢ, બાગેશ્વર, ચમોલી અને નેનીતાલ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યુ છે. ઉત્તરાખંડમાં છેલ્લા ઘણા દિવસોથી ખરાબ હવામાનને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન ચમોલી જિલ્લામાં ભુસ્ખલન ( landslide)નો એક વીડિયો સામે આવ્યો છે. આ ભૂસ્ખલન જોશીમઠ-બદ્રીનાથ હાઇવે નજીક થંગ ગામને જોડતા રસ્તા પાસે થયું હતું.
મંગળવારે તોતા વેલી નજીક નેશનલ હાઈવે પર ભૂસ્ખલનનો એક વીડિયો સામે આવ્યો હતો. ઋષિકેશથી શ્રીનગર જતા હાઇવે પર, પર્વતનો મોટો ભાગ તૂટી ગયો હતો અને જોરદાર અવાજ સાથે પડ્યો હતો. આ દરમિયાન ત્યાં ઉભેલા લોકોનો બચાવ થયો હતો.
ભૂસ્ખલન (landslide)ને કારણે હાઇવે પણ બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે હાઇવે પર લાંબો જામ હતો.થોડા દિવસો પહેલા જોશીમઠના ઝાડકુલા વિસ્તારમાં એક હોટલ તૂટી પડવાનો વીડિયો સામે આવ્યો હતો.