ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (17:52 IST)

ફરી માથુ ઉંચકી રહ્યો છે કોરોના - યૂકે પછી ભારતમાં પણ જોવા મળ્યો AY.4.2 વૈરિએંટનો કેસ, શુ ફરીથી બગડી જશે પરિસ્થિતિ ?

દુનિયાભરમાં હાલ કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના સામેની લડાઈને વધુ તીવ્ર બનાવતા ભારતે 100 કરોડથી વધુ લોકોને રસી આપી છે. આટલા લોકોને ઓછામાં ઓછો કોરોનાનો એક ડોઝ મળી ચુક્યો છે. જો કે હજુ 30 કરોડથી વધુ લોકોને રસીકરણ કરવાનું બાકી છે. આ દરમિયાન રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક દેશોમાં કોરોના વાયરસના નવા અને અપેક્ષા કરતા વધુ સંક્રામક વૈરિએંટની ઓળખ થઈ છે. જેણે ચિંતા વધારી છે.  AY.4.2 નામના આ નવા પ્રકારના કોરોનાની ઓળખ સૌપ્રથમ યુકેમાં કરવામાં આવી હતી, હવે ભારતમાં પણ તેના સંક્રમણના અહેવાલો સામે આવી રહ્યા છે, જોકે તેનાથી સંક્રમિતોની સંખ્યા ઘણી ઓછી હોવાનું બતાવાય રહ્યુ છે. 

ઘણા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાનું આ નવું વૈરિએંટ (AY.4.2) ખૂબ સંક્રમક અને ઘાતક હોઈ શકે છે. ભારત સહિત યુકે, યુએસ, રશિયા અને ઇઝરાયલ સહિત 33 દેશોમાં વેરિઅન્ટના કેસ જોવા મળ્યા છે. આવો જાણીએ કોરોનાના આ નવા વેરિઅન્ટ વિશે.
 
ભારતમાં પણ જોવા મળ્યા નવા વેરિએંટના કેસ 
 
કોરોનાના આ નવા પ્રકારના સંક્રમણને જોતા ભારતમાં ચિંતા વધી ગઈ છે. જો કે સીએસઆઈઆર ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી(આઈજીઆઈબી) ના ડાયરેક્ટર ડો. અનુરાગ અગ્રવાલ જણાવે છે કે ભારતમાં AY.4.2 વેરિઅન્ટના કેસ જરૂર નોંધાયા છે, જો કે તેના કેસ 0.1 ટકા કરતા ઓછા છે. કેટલાક રિપોર્ટ્સમાં આ નવા પ્રકારના વેરિએંટને વધુ સંક્રમક બતાવ્યુ છે તેથી તેનાથી સાવધ રહેવાની જરૂર છે. 

ઉલ્લેખનીય છે કે ઘણા દેશોમાં કોરોનાના આ નવા પ્રકાર વિશે કેસ મળવા છતાં, તેને હજુ સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા 'વેરિએન્ટ ઓફ કન્સર્ન' અથવા 'વેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટ' તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું નથી.
 
માનવ કોષિકાઓમાં કરે છે સરળતાથી પ્રવેશ 
 
અત્યાર સુધીના અભ્યાસના આધારે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના AY.4.2ના આ નવા પ્રકારમાં કેટલાક મ્યુટેશન છે જે તેને વધુ સંક્રમિત બનાવે છે. ડેલ્ટા વેરિઅન્ટના સ્પાઇક પ્રોટીનમાં A222V અને Y145H મ્યુટેશને આ નવા પ્રકારના વેરિએંટને જન્મ આપ્યો છે, જે તેને માનવ કોષોમાં વધુ સરળતાથી પ્રવેશવા માટે સક્ષમ બનાવે છે. શુ આ વેક્સીનેશન દ્વારા બનેલી પ્રતિરક્ષા પ્રણાલીને રસીકરણ દ્વારા બનાવવામાં આવેલી રોગપ્રતિકારક શક્તિને તોડી પાડવા માટે સક્ષમ છે કે નહી તે શોધવા માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
 
ભારતમાં કોરોનાની સ્થિતિ કેવી છે?
 
ભારતની વાત કરીએ તો, કોરોનાના નવા પ્રકાર AY.4.2ના કેટલાક કેસ સામે આવ્યા છે, પરંતુ હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. 24 ઓક્ટોબરે દેશમાં કોરોનાના 14306 નવા કેસ સામે આવ્યા છે. લોકોને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે ભારતે અત્યાર સુધીમાં 100 કરોડથી વધુ લોકોને રસી આપી છે. આરોગ્ય નિષ્ણાતોએ તમામ લોકોને તહેવારોની સિઝનમાં કોરોનાને ફરીથી વધતો અટકાવવા માટે સંપૂર્ણ સાવચેતી રાખવાની અપીલ કરી છે.