બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 એપ્રિલ 2018 (13:28 IST)

ભાવનગરના ઘોઘા તાલુકામાં માઈનિંગ સામે ખેડૂતોનો વિરોધ: સ્કુલ લીવિંગ મેળવવા શાળાઓમાં વાલીઓની અરજી

સરકારે જમીનનો કબ્જો સંભાળતા અન્યાય થયો છે. તેથી બાળકોને ભણાવી શકાય તેમ નથી. તેવા કારણ સાથે ઘોઘા તાલુકાના ગામોના વાલીઓએ બાળકોના સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ કઢાવવા માટે અરજી કરી રહ્યા છે. આ પહેલા ગઇકાલે ઘોઘા તાલુકાના મલેકવદર ગામની સરકારી પ્રાથમિક શાળામાં આ અંગેની 30થી 40 જેટલી અરજી આવી હતી ત્યારે આજે ફરી તાલુકાના આલાપર ખડસલિયા, હોઇદડ સહિતના ગામોની શાળામાં આવી અરજી આવતા ખળભળાટ થઈ ગયો છે.

ભાવનગર-ઘોઘા તાલુકાના બાડી, હોઈદડ, મલેકવદર, પડવા, ખડસલિયા, થળસર, લાખણકા, થોરડી, રામપર, સુરકા અને આલાપર સહિત 11 ગામો જમીન બે દાયકા અગાઉ સંપાદિત કરવામાં આવી હતી. હવે કંપનીએ આ ગામોની જમીન પર માઈનિંગ કરવાનો નિર્ણય લેતા ખેડૂતો દ્વારા તેની સામે વિરોધ થયો હતો. આ વિરોધમાં ખેડૂતોએ અરજીમાં જણાવ્યું કે, તેમના સંતાન શાળામાં અભ્યાસ કરે છે. પરંતુ સરકાર દ્વારા તેમની જમીનનો બળજબરીથી કબ્જો લઈ લેવાયેલ હોઈ ખેડૂતોની સાથે થઈ રહેલ અન્યાય કોઈ સાંભળવા તૈયાર ન હોવાથી તેના વિરોધમાં તેઓ તેમના બાળકોને આગળ અભ્યાસ કરાવી શકે તેમ નથી. આથી તેમનું સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ કાઢી આપવામાં આવે. ખેડૂતોના આ વિરોધમાં ગઇકાલે મલેકવદર ગામની પ્રાથમિક શાળામાં અરજીઓ આવી હતી જ્યારે આજે તાલુકાના આલાપર ખડસલિયા, હોઇદડ સહિતના ગામોમાં પોતાના બાળકોને અભ્યાસ છોડાવી વિરોધ કરી રહ્યાં છે.