ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 જૂન 2021 (10:57 IST)

આજથી ધોરણ 10 ના માર્કસ અપલોડ કરવામાં આવશે, 11 વાગ્યા બાદ સ્કૂલના આચાર્ય માર્કસ અપલોડ શરૂ કરી શકાશે .

કોરોના મહામારીને લીધે આ વર્ષે ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવાતા દરેકને માસ પ્રમોશન દ્વારા પ્રમોટ કરવામાં આવ્યા છે. જેના હેઠળ હવે આગળ સૌ પ્રથમ દસમા ધોરણની પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.  શિક્ષણ વિભાગે રાજ્યની દરેક શાળાઓને વેબસાઈટ પર તેમની શાળાના 10મા ધોરણના વિદ્યાર્થીઓના માર્ક્સ મુકવાની સૂચના આપી છે.  આગામી 17 જૂન સુધી તમામ શાળાઓને વિદ્યાર્થીઓના મૂલ્યાંકન ગુણ ઓનલાઈન વેબસાઈટ પર મુકવાનુ કહ્યુ છે. 
 
સ્કુલો દ્વારા કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભૂલ ન થાય એ માટે શાળાઓને ફક્ત રેગ્યુલર વિદ્યાર્થીઓ તરીકે નોંધાયેલા વિદ્યાર્થીઓનુ જ પરિણામ શાળા તૈયાર કરીને મોકલે તે માટે ગુજરાત બોર્ડે તમામ ડીઈઓની ટીમ બનાવી સ્કોલોમાં રેકોર્ડ ચેક કરવા મોકલવાનો આદેશ કર્યો છે. 
 
વિદ્યાર્થીઓના માર્કિંગ માટે પહેલા 20 આંતરિક મૂલ્યાંકનના આધારે, જ્યારે બાકીના 80 માર્ક્સ ઓનલાઈન વેબસાઈટ પર મૂકવા માટે શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને આદેશ કર્યા છે, જેના ભાગરૂપે રાજ્યની તમામ સ્કૂલના આચાર્યને ધોરણ 10ના માર્ક્સ મૂકવા માટે સૂચના અપાઈ ગઈ છે. સવારે 11 વાગ્યાથી માર્ક્સ gseb.org અને sscmarks.gseb.org પરથી ઓનલાઇન 8 જૂન 2021ના રોજ સવારે 11 વાગ્યાથી17 જૂન સાંજે 5 કલાક સુધીમાં અપલોડ  કરવાના રહેશે. માર્ક્સ વિદ્યાર્થીઓનાં નામ અને એપ્લિકેશન નંબરના આધારે ભરવાના રહેશે.