શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (22:49 IST)

બ્રાન્ડેડ કંપનીના ઘી નામે નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું

અમદાવાદમાં નકલી દારૂ બાદ ડુપ્લીકેટ ઘી બનાવવાનો પર્દાફાશ થયો છે. અમદાવાદ નજીક આવેલા ચાંદોગરની એક ફેક્ટરીમાં નકલી ઘી બનાવવામાં આવતું હતું. નકલી ઘીના 215 પાઉચ, તેલ, ઘી, પેકિંગ મશીન સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. પોલીસને અમૂલ તથા સાગર જેવી બ્રાન્ડના 500 ગ્રામના પાઉચ કબ્જે કર્યા હતા. 500 ગ્રામ ઘીનું પાઉચ હોલસેલમાં માત્ર 55 રૂપિયાના ભાવે વેચતા હતા. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર ચાંદોગર ખાતે એક ફેક્ટરીમાં ડુપ્લીકેટ ઘી બનાવવાનું ઝડપાયું હતું. ડુપ્લીકેટ ઘી સસ્તા ભાવે વેચતા શૈલેષ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. 
 
અમદાવાદમાં બ્રાન્ડેડ કંપની ના નકલી ઘી બનાવવાનો પર્દાફાશ થયો છે. ચાંગોદરના શ્યામ એસ્ટેટમાંથી સોયાબીન તેલ, પામોલીન તેલ તેમજ વનસ્પતિ ઘીમાં ભેળસેળ કરીને અમૂલ ઘી અને સાગર ઘી તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ પાડીને નકલી ઘીના 215 પાઉચ તેમજ તેલ, ઘી, પેકિંગ મશીન સહિતની સામગ્રી કબજે કરી હતી. બજારમાં 239 રૂપિયામાં 500 ગ્રામ વેચાતુ ઘીનું પાઉચ શૈલેષ સોલંકી 55 રૂપિયોમાં વેપારીને વેચતો હતો.
 
ગોડાઉનમાં રેડ પાડી સોયાબીન તેલના ભરેલા 9 ડબ્બા, પામોલીન તેલના ભરેલા 9 ડબ્બા, ડાલડા ઘીના 20 ડબ્બા, ફલેવર તેમજ ઘીના પાઉચ પેક કરવાનું મશીન મળી આવ્યું હતું. આ સાથે ગોડાઉનમાંથી સોયાબીન તેલના ખાલી 70 ડબ્બા, પામોલીન તેલના ખાલી 69 ડબ્બા અને ડાલડા ઘીના ખાલી 241 ડબ્બા મળી આવ્યા હતા. તેમજ નકલી ઘી બનાવી વેચનાર શૈલેષ સોલંકીની ધરપકડ કરી પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે.