1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (11:18 IST)

વાદળ ફાટતાં રાજકોટમાં 24 કલાકમાં 7 અને જામનગરમાં 10 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં 8 ફૂટ જેટલા પાણી ભરાયા

ભારે વરસાદના લીધે ગુજરાતના ઘણા શહેરોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. તેની સૌથી વધુ અસર રાજકોટ અને જામનગરમાં થઇ છે. વાદળ ફાટતાં રાજકોટમાં ગત 24 કલકામાં 7 ઇંચ અને જામનગરમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. તેનાથી ઘણા વિસ્તારોમાં 10 ફૂટ જેટલા પાણી ભરાઇ ગયા છે. 
જૂનાગઢમાં પણ 6 ઇંચ વરસાદ થયો છે. તેનાથી સોનરખ અને કાલવા નદીઓમાં પૂર આવ્યું છે. તેનાથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમો રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધા છે. મદદ માટે બીજા જિલ્લાઓમાંથી પણ ટીમો બોલાવવામાં આવી રહી છે. ત્રણ ગામ એવા છે કે જ્યાં પૂરથી વધુ તારાજી સર્જાઇ છે. 
 
જામનગરના નિચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ ભયાનક થઇ ચૂકી છે. લોકો જીવ બચાવવા માટે ધાબા પર ચડી ગયા છે. NDRF ની ટીમ તેમને બચાવવામાં લાગી ગઇ છે. શહેરના કાલાવડમાં રેક્સ્યૂ કરી 31 લોકોને બચાવવામાં આવ્યા છે. NDRF પોલીસે અને ફાયર બ્રિગેડ ટીમો અત્યાર સુધી 230 થી વધુ લોકો નિકળી ચૂક્યા છે. 
 
રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે બપોરે શપથ લીધા હતા. જોકે શપથ પહેલાં જ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવી ગયા છે. સૌ પ્રથમ દિવસે જ  એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ જામનગરના કલેકટર સાથે ટેલિફોન પર વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકોને એનડીઆરએફની  મદદથી સ્થળાંતર કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
 
રાજકોટમાં 1155 લોકો જે આજીના નીચાણ વાળા વિસ્તારમાં રહે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે એન.ડી. આર એફ ની 3 ટીમ રાજકોટ માટે અને 2 ટીમ જામનગર માટે ભાટિંડાથી મગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકો ને સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને બચાવ રાહત કામગીરીને પ્રયોરિટી આપવા સૂચનાઓ આપી હતી.
 
ગુજરાતના સૌરાષ્ટ્રમાં ગત 5 દિવસથી જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરતાઅ લોકોને ખૂબ નુકસાન થયું છે. આ પરેશની વચ્ચે રાહતની વાત એ છે કે સતત વરસાદના લીધે રણજીત સાગર ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. તેનાથી ઘણા વિસ્તારોમાં પાણી સપ્લાઇ થાય છે. ડેમ ખાલી થતાં સપ્લાઇમાં કોઇ સમસ્યાના અણસાર નથી.
 
ગત 24 કલાકમાં જામજોધપુરમાં 2.25 ઇંચ અને જોડિયામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. વોકરા નદી અને નદી-નાળાના પાણીથી હાઇવે ડૂબી ગયો છે. તેનાથી જામનગર-કાલાવડ હાઇવેને બંધ કરી દેવામાં આવ્યો છે.