મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (14:01 IST)

રાજકોટ જળબંબાકાર: ઘરોમાં 5 ફૂટ પાણી- રાજકોટ નો ન્યારી 1 ડેમ ઓવરફ્લો, ગોંડલ નો વેરી ડેમ

રાજકોટ જળબંબાકાર: ઘરોમાં 5 ફૂટ પાણી- રાજકોટ નો ન્યારી 1 ડેમ ઓવરફ્લો, ગોંડલ નો વેરી  ડેમઓવરફ્લો
*સ્માર્ટ સિટી રાજકોટ શહેર બેટમાં ફેરવાયું* તલાટીયા
*મેઘરાજાએ ભાજપના બેફામ ભ્રષ્ટાચાર પોલ ખોલી નાખી* ઝાલા
*કંટ્રોલરૂમમાં બે ડઝનથી વધુ ફરિયાદો નોંધાઇ* લોક સંસદ વિચાર મંચ.
*શહેરમાં ચારે બાજુ ચાલતા પ્રોજેક્ટ થી જાહેર રસ્તાઓ બંધ, મસ મોટા ગાબડા, ભરાયેલા વરસાદી પાણીથી વાહનચાલકો પરેશાન* ભરવાડ
*રેલ નગર અને પોપટ પરા ના નાલા બંધ કરાયા શહેરના ૭૦ હજારથી વધુ વસ્તીવાળો વિસ્તાર રાજકોટ શહેર થી વિખુટો પડ્યો*
 
હવામાન ખાતા ની ભારે વરસાદ ની આગાહી હોઈ લોકો ને જરૂરી કામ સિવાય બહાર ના નીકળવા અપીલ, વીજ પોલ થી દુર રહેવા તેમજ પાણી નો પ્રવાહ વધુ હોય તેવા નદી,નાળા, પુલ થી દુર રહેવા અપીલ...
રાજકોટ; 
 
રાજકોટ શહેરમાં હાલ બપોર ૧૨ સુધીમાં ૨૪ કલાકમાં બારેક ઇંચ જેવો વરસાદ પડી ગયો છે. શહેરમાં પડેલા વરસાદ ને પગલે ભાજપના શાસનનો વિકાસ પાણીમાં તણાયો છે. હાલ રાજકોટમાં આગામી ૧૫ મી સુધીમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી છે જો રાજકોટમાં અનરાધાર, સાંબેલા ધારે વરસાદ પડે તો રાજકોટ શહેર બેટમાં ફેરવાશે. જેમાં જાનહાની થવાની દહેશત ઉભી થઇ છે. ગોંડલના દયા ગામોમાં ઘુસ્યા 
મહિલાઓ મકાનની છત પર ચડી
લોકો ઘર મૂકી બહાર નીકળવા  બન્યા મજબૂર