ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 ડિસેમ્બર 2021 (18:28 IST)

કોરોનાના કેસ આવતા રાજ્યમાં આ શહેરોમાં રાત્રિ કરફ્યુ લંબાવાયો

દિવાળીના તહેવારો બાદ રાજ્યભરમાં કોરોનાના કેસો સાથે જ કોરોનાના નવા વેરિએંટના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેસોમાં ઉછાળો આવતા કેસો વધ્યા તે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં પણ વધારો કરી શકાય છે.
 
કોરોનાના કેસમાં ઉછાળો આવતા હવે અમદાવાદ સહિતના મોટા શહેરોમાં ડોમ ઉભા કરી ફરી ટેસ્ટિંગ કરવામાં આવશે. સાથે જ RT-PCR ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવી શકે છે. કોરોના વધુ વકરે નહીં તે માટે શહેરોમાં જાહેર સ્થળોએ સ્ક્રિનિંગ કરવા તથા બગીચા, બસ સ્ટેશન, એરપોર્ટ અને રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ પણ સઘન ચેકિંગ કરવામાં આવશે.
 
રાજ્યમાં કોરોનાની સ્થિતિની પુન સમીક્ષા કરી 30 નવેમ્બરથી સમગ્ર રાજ્ય તેમજ શહેરોમાં મુકવામાં આવેલા નિયંત્રણ અને અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, જામનગર, ભાવનગર, ગાંધીનગર શહેરમાં રાત્રિ કરફ્યુની અવધિ (રાત્રે 1.00 થી સવારના 5.00 સુધી)નો સમય તા 31.12.2021 સુધી લંબાવવામાં આવ્યો છે. તા. 30.11.2021ના જે અન્ય નિયમો હતા તે યથાવત રહેશે.