મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 10 માર્ચ 2021 (09:11 IST)

Elderly couple's murder mystery - વૃદ્ધ દંપતિની લાઈફસ્ટાઈલ જોઈને આ રીતે રચ્યુ કાવતરુ

અમદાવાદ શહેરના હેબતપુર વિસ્તારમાં રહેનાર સીનીયર સિટિઝન દંપતિના મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. ઘટનાનું કાવતરું રચનાર એક મિસ્ત્રી નિકળ્યો, જેને થોડા દિવસો પહેલાં દંપતિના ઘરમાં કામ કર્યું હતું. દંપતિની લાઇફ સ્ટાઇલ જોઇ તેને શંકા થઇ કે ઘરમાં મોટી કેશ અને સોનું  છે. તેના લીધે તેણે બંનેની હત્યા કરી દીધે હતી. 
 
હેબતપુરના શાંતિ પેલેસ બંગ્લોઝમાં રહેનાર 80 વર્ષીય અશોક પટેલ અને જ્યોત્સનાબેનનો પુત્ર દુબઇમાં રહે છે. તેના લીધે તે મોટાભાગે દુબઇ આવતા જતા રહે છે. દંપતિના ઘરમાં કામ કરનાર મિસ્ત્રીને ખબર પડી હતી. તેથી તેને શંકા હતી કે ઘરમાં કેશ ઉપરાંત સોનું પણ હશે. જોકે એવું ન હતું. ઘર એટલી કેશ અથવા જ્વેલરી ન હતી, જે જ્યોત્સનાબેને પહેરી હતી. તે ઉપરાંત ફક્ત 50 હજાર રૂપિયા હતા. 
news
અમદાવાદ ક્રાઇમ બ્રાંચના આસિસ્ટન્ટ કમિશ્નર ડીપી ચૂડાસ્માના જણાવ્યા અનુસાર મુખ્ય કાવતરાખોર મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના ગિઝોર ગામનો રહેવાસી હતો અને અમદાવાદમાં તે મિસ્ત્રી કામ કરતો હતો. આરોપી ઘટનાને અંજામ આપવા માટે ચાર સાથીઓને ફોન કરી બોલાવ્યા હતા. 
 
ક્રાઇમ બ્રાંચની ટીમે ઘરની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. તેમાં શનિવારે બાઇક પર હેબતપુર થતો એક વ્યક્તિ જોવા મળ્યો હતો. ક્રાઇમ બ્રાંચે તેની ઓળખ મિસ્ત્રીના રૂપમાં કરી હતી. આ મિસ્ત્રીએ થોડા દિવસો પહેલાં મૃતક દંપતીના ઘરનું કામ કર્યું હતું એટલે શંકા વધુ મજબૂત બની. ત્યારબાદ મિસ્ત્રીની ધરપકડ કરી તેને રિમાન્ડ પર લેવામાં આવ્યો તો તેને સ્વિકાર્યું કે તેણે અન્ય ચાર સાથીઓ સાથે મળીને ઘટનાને અંજામ આવ્યો હતો.