ઘર કંકાસમાં માતાએ ફૂલ જેવી દીકરીની હત્યા કરી પોતે પણ કરી આત્મહત્યા

news in gujarati
Last Modified સોમવાર, 19 એપ્રિલ 2021 (18:02 IST)

અમદાવાદના ઈસનપુરમાં ઘર કંકાસમાં માતાએ ફૂલ જેવી દીકરીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. ઈસનપુર પોલીસે હત્યા અને દુષ્પ્રેરણાની અલગ અલગ બે ફરિયાદ નોંધી સાસરિયા પક્ષના 6 લોકોની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે માતા અને દોઢ વર્ષની દીકરી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. માતાનું આ પગલું ભરવા પાછળનું કારણ હતું. જેથી પરિણીતાના સાસરિયા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરવાનો ગુનો નોંધી પોલીસે મૃતકના પતિ,સાસુ-સસરા સહિત 6 લોકોની ધરપકડ કરી છે.

પોલીસનું કહેવું છે કે, રાત્રે આ પરિવારમાં ઝઘડો થયો હતો અને બાદમાં રાત્રે બધા સુવા ગયા ત્યારે પરિણીતાએ પુત્રીની હત્યા કરી પોતે આપઘાત કર્યો હતો અને જેથી બે અલગ અલગ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે, મૃતક નિમિષાના લગ્નના 3 મહિના પછી સાસરિયાઓએ માનસિક શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર બાદ નિમિષા પોતાના પિયર આવી ગઈ હતી અને વર્ષ 2019ના ડિસેમ્બર મહિનામાં પરિણીતા નિમિષાએ સાસરિયા વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ 498 એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો. જેમાં સાસરિયાઓની ધરપકડ કરાઈ હતી. તે બાદ સાસરિયા દ્વારા પુત્રવધૂ નિમિષા સમજાવી ઘરે લાવ્યા હતા. પરંતુ સાસરિયા દ્વારા ત્રાસ આપતા અને તે રાત્રે ઝઘડો થયા બાદ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.મૃતક પરિણીતાના લગ્નનો બે વર્ષથી વધુનો ગાળો હતો. પરંતુ મૃતક પરિણીતાના ભાઈએ આક્ષેપ કર્યા છે કે, તેની બહેન અને દોઢ વર્ષની ભાણીને તેના પતિ જીતેન્દ્ર સોલંકીએ જ હત્યા કરી મારી દીધા છે. મૃતક પરણીતા પરિવાજનો આક્ષેપ છે કે બાળકીનો જન્મ થતાં જ સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ આપતા હતા. ત્યારે પોલીસે સાસરિયા પક્ષના 6 લોકોની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે


આ પણ વાંચો :