સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 એપ્રિલ 2021 (11:10 IST)

ગુજરાત સરકાર આજે વિધાનસભા ગૃહમાં લવ જેહાદનો કાયદો પસાર કરશે

ગુજરાત સરકાર પણ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ લવ જેહાદનો કાયદો આજે વિધાનસભામાં પસાર કરશે.  વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસ ગુરુવારે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારો કરીને કાયદો પસાર કરવામાં આવશે અને ગુજરાતમાં લવ જેહાદના નામે ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ પર રોક લગાવશે. આ લવજેહાદનો કાયદો ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભામાં દાખલ કરવામાં આવશે.આજે ગુજરાત વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારા કરીને પ્રલોભન, બળજબરી, ગેરરજૂઆત અથવા બીજા કોઈ કપટયુક્ત સાધન મારફત ધર્મ પરિવર્તન કરાયું હોવાનું જણાશે તો તેવા કિસ્સામાં દંડ અને સજાની જોગવાઈ વધુ આકરી બનાવવામાં આવશે. આમ તો આ સમગ્ર સુધારો લવ જેહાદની પ્રવૃતિ રોકવા માટે છે. ઉતરપ્રદેશની પેટર્ન મુજબ લવ જેહાદ સામે કાયદામાં મોટો સુધારો આવી રહ્યો છે અને તેની જોગવાઈ મુજબ કસુરવાન વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધુમાં વધુ પાંચ વર્ષની સજા-2 લાખની ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે. જો આ પ્રકારનો ગુનો સગીર અથવા અનુસૂચિત જાતિ-આદિ જાતિની વ્યક્તિના કિસ્સામાં બન્યું હશે તો 4 વર્ષથી 7 વર્ષ સુધીની સજા અને 3 લાખથી ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે.રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021માં સુધારો કરતા બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. જે વિધાનસભાના છેલ્લા દિવસે ગૃહમાં રજૂ કરવામાં આવશે.ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003થી પ્રલોભન, બળજબરીપૂર્વક અથવા ગેર રજૂઆત અથવા કોઈ બીજા કપટ યુક્ત સાધનો મારફતે કરાયેલા ધર્મ પરિવર્તનની તજવીજ કરવા ધાર્યું છે. તેમ છતાં સારી જીવનશૈલી દેવીકૃપાનો વાયદો કરી અને ખોટા નામ ધારણ કરીને ધર્મ પરિવર્તનના બનાવો બની રહ્યા છે. હાલમાં ધર્મ પરિવર્તનના હેતુ માટે સ્ત્રીઓને લગ્ન માટે લલચાવવાના બનાવો વધતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.લગ્ન કરીને અથવા કોઈ વ્યક્તિના લગ્ન કરાવીને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકવાનો જરૂરી લાગ્યું છે. આથી રાજ્ય સરકાર દ્વારા આ જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે.