ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 25 એપ્રિલ 2018 (00:12 IST)

જામનગરના આ હરિભક્તે કરેલી મરણની આગાહી સાચી પડી નથી

જામનગરમાં જામ વણથલીનાં હરિકાકાએ પોતાને ભગવાન શ્રીકૃષ્ણ 24મી તારીખએ સાંજે પાંચ વાગે રથમાં લેવા આવશે અને તે દેહત્યાગહ કરશે તેવી આગાહી સાચી પડી નથી. બાપા ફરીથી ઉભા થઈ ગયા હતા. તેમને શ્રીકૃષ્ણ રથમાં બેસીને લેવા તો નહોતા આવ્યા પણ 108 આવીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા આવી પહોંચી હતી. દરમિયાન એક સાધુએ હરિબાપાએ દેહત્યાગ કર્યો હોવાનું પણ જણાવી દીધું હતું.

કહેવાય છે કે જન્મ અને મરણના રહસ્યને કોઈ જાણી શક્યું નથી. ક્યારે જન્મ થશે અને ક્યારે મૃત્યું થશે તે કોઇના હાથની વાત નથી. પરંતુ આ વાક્યને ખોટું પાડવાની આગાહી જામનગરના જામવંથળીના હરિબાપાએ કરી છે. તેમણે પોતાના મરણની આગાહી કરી દેતા કુતુહલ સર્જાયું છે. તેમના આવા નિવેદનથી ગામમાં ભાવિકોના ધોડાપૂર તેમના દર્શને આવી રહ્યાં છે. જામવંથળી ગામે પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણનારાયણનું પરમધામ ફૂલવાડી મંદિર આવેલું છે. જયાં તા.18 થી 22 એપ્રિલના રોજ ભવ્ય મહોત્સવ ઉજવવામાં  આવ્યો હતો. આ મંદિરમાં છેલ્લાં 21 વર્ષથી સેવા આપતા ભકત અને ટ્રસ્ટી હરીલાલભાઇ વેલજીભાઇ ખોલીયા(ઉ.વ.77)એ શ્રીકૃષ્ણનારાયણ ભગવાન તેઓને જાતે લેવા આવશે તેવો સંકેત ભગવાને આપ્યા હતાં તેવો દાવો કરી રહ્યાં છે. હરિબાપાએ તેમણે પોતાના મરણની તારીખ જ નહી પરંતુ મૃત્યુ બાદ સ્વર્ગમાં જશે તેવી પણ આગાહી કરી દીધી છે. જેને કારણે તંત્રનું પણ ધ્યાન તેમની તરફ ખેચાયું છે.