સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 મે 2018 (15:19 IST)

જૂનાગઢના પાંજરાપોળમાંથી 600 ગાયો ભેદી રીતે ગુમ થઈ

જૂનાગઢના  તોરણિયા ગામ સ્થિત પાંજરાપોળમાંથી 600 ગાયો રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ છે. પાંજરાપોળના માલિક અને મેનેજરે એવો દાવો કર્યો છે કે પ્લાસ્ટિકના સેવનના કારણે મોટાભાગની ગાયો બીમાર હતી અને તે કારણે જ એક વર્ષ દરમિયાન કેટલાંય પશુ મૃત્યુ પામ્યાં. ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર એમ.કે. નંદાણીએ કહ્યું કે, પાંજરાપોળને સોંપવામા આવી હતી તે ગાય ગાયબ થઇ તે સાચું છે. છેલ્લા એક વર્ષમાં અમે રોડ પર રખડતી 789 ગાયને આ પાંજરામોળમાં મોકલી હતી. પાંજરાપોળના માલિકોને નોટિસ ફટકારીને કેટલીય ગાયો અહીં લાવવામા આવી હતી અને આ દરમિયાન કેટલી ગાયો મૃત્યુ પામી તે અંગેની રજિસ્ટરની કોપી માંગતી નોટિસ મોકલી છે. ગડબડ જણાશે તો FIR નોંધવામા આવશે. પાંજરાપોળમાં મોકલવામા આવેલી ગાયોના મેન્ટેનન્સ કોસ્ટ તરીકે સિવિક બૉડી દ્વારા 3000 રૂપિયા ચૂકવવામા આવે છે. તોરણિયા પાંજરાપોળના માલિક ધીરુ સાવલિયાએ આરોપો ફગાવતાં કહ્યું કે, મેં એકપણ ગાયને વેંચી નથી. ગાયોને અહીં મોકલવામા આવી તે પહેલાં પ્લાસ્ટિકનું સેવન કર્યું હોવાથી છેલ્લા 6 મહિનામાં પાંજરાપોળની 450 ગાયો મૃત્યુ પામી છે. આ ગાયો બીમાર હતી અને દરરોજ 1-2 ગાય મૃત્યુ પામતી હોય તેના ગ્રામજનો પણ સાક્ષી છે. મેં સાત મહિના પહેલાં સરકારી પશુચિકિત્સકને પણ આ અંગે જાણ કરી હતી તો તેમણે કહ્યું હતું કે પ્લાસ્ટિક ખાવાના કારણે ગાય મૃત્યુ પામતી હોય તેમાં તેઓ કંઈ ન કરી શકે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને રાજ્યવ્યાપી મોટું કૌભાંડ ચાલતું હોવાનો અને તેમાં સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યો પણ સંડોવાયેલા હોવાનો આરોપ લાગવ્યો.