શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 જુલાઈ 2019 (14:02 IST)

વલસાડમાં વિદ્યાર્થીઓએ સ્કૂલ યુનિફોર્મમાં જ બીયર બારમાં દારૂ પીધો; તબિયત લથડતા ભાંડો ફૂટ્યો

વલસાડ જિલ્લાનાં સરીગામની સ્કૂલના 10થી12 જેટલા વિદ્યાર્થીઓઓ શાળામાં ગેરહાજર રહીને દારૂની મહેફિલ માણવા સેલવાસ ગયા હતા. આ વિદ્યાર્થીઓએ સ્કૂલ યુનિફોર્મ પણ પહેર્યો હતો. દારૂ પીધા બાદ બે વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. જેથી તેમને પહેલા ભીલાડની સરકારી હોસ્પિટલમાં ત્યાર બાદ અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તો પ્રશ્ન એ થાય કે વાઇન શોપનાં માલિકો એટલા બધા બેજવાદર હોય છે કે તેમણે સ્કૂલ યુનિફોર્મમાં આવતા વિદ્યાર્થીઓને પણ દારૂ આપી દીધો.આ મામલે મળતી માહિતી પ્રમાણે સરીગામની કે.ડી.બી. હાઇસ્કૂલના 10થી 12 જેટલા વિદ્યાર્થીઓએ શુક્રવારે શાળામાં બંક મારીને દારૂની મહેફિલ માણવાનો પ્લાન કર્યો હતો. આ વિદ્યાર્થીઓ સેલવાસના નરોલી ખાતે એક દારૂના બારમાં પહોંચ્યા હતા. આ વિદ્યાર્થીઓમાંનાં બેને દારૂ પીધા બાદ બે વધુ નશો થતાં બેભાન થઇ ગયા હતા અને સતત ઉલટી કરતા હતાં. જેથી અન્ય વિદ્યાર્થીઓ ડરી જતાં બેભાન બે વિદ્યાર્થીને સારવાર માટે બપોરે ભીલાડની સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતાં.હોસ્પિટલમાં એક કલાકની સારવાર બાદ પણ તેઓ ભાનમાં આવ્યાં ન હતાં. જેથી તેમને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતાં. જ્યાંથી સંબંધીઓ વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. બેભાન અવસ્થામાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલા વિદ્યાર્થીઓ મોડી સાંજે ભાનમાં આવતા તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વિદ્યાર્થીઓએ દારૂની સાથે અન્ય નશીલા પદાર્થનું પણ સેવન કર્યું હશે.