ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2023 (13:38 IST)

ગુજરાતમાં પેટ્રોલપંપ ડીલરની હડતાલનું એલાન

petrol
Petrol pump dealer strike announced in Gujarat- ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશને કમિશન માટે અનેક વખત સરકારને રજૂઆત કરી હોવા છતાં માંગ ન સંતોષાતા વિરોધ દર્શાવ્યો છે.  પડતર માંગોને લઈને પેટ્રોલિયમ ડીલર એસોસિએશન હડતાલ પર ઉતર્યું છે. આવતીકાલે ‘નો પરચેસ’નું (No purchase) એલાન કરવામાં આવ્યું છે. 
 
પેટ્રોલપંપ ધારકો રોષે ભરાયાં છે, અને 15 તારીખે પેટ્રોલ ડીઝલની ખરીદી ન કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, ગ્રાહકોને પરેશાની ન થાય તે માટે વેચાણ ચાલુ રાખવામાં આવશે.
 
6 વર્ષથી કમિશનમાં વધારો કરવા માટેની માંગ કરવામાં આવી છે. ઉપરાંત 17 મહિનાનું CNGનું માર્જિન પણ મળતુ નથી.