શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 31 ઑક્ટોબર 2021 (15:31 IST)

સોમનાથ: 1551 ફુટના રાષ્ટ્રધ્વજની શૌર્યયાત્રા

1551 ફુટ લાંબા-10 ફુટ પહોળા રાષ્ટ્રધ્વજ સાથે શૌર્યયાત્રા:સોમનાથ મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર 400 બાળકોએ આ પ્રકારની શૌર્યયાત્રા કાઢી 
 
સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણમાં જેમનો સિંહ ફાળો છે એવા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 31 ઓક્ટોમ્બરના જન્મ જ્યંતી છે. ત્યારે સોમનાથમાં તેમની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે.
 
રાષ્ટ્રધ્વજ સાથેની શૌર્યયાત્રા કાઢવામાં આવી​​​​​​
સોમનાથ મંદિરની સમીપના સમુદ્ર તટે વોક-વે ઉપર ગાંધીનગરના રાધે-રાધે ગ્રુપ તથા સોમનાથ ટ્રસ્ટ અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના 400 બાળકો સાથે સોમનાથ મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર 1551 ફૂટ લંબાઇ અને 10 ફૂટ પહોળાઇ વાળા રાષ્ટ્રધ્વજ સાથેની શૌર્યયાત્રા કાઢવામાં આવી હતી.