શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , મંગળવાર, 24 સપ્ટેમ્બર 2019 (12:50 IST)

સુરતમાં ‘પાદ સ્પર્ધા’ નિષ્ફળ, શરમ છોડી સ્ટેજ પર આવ્યા પણ નીકળી ગઇ ‘હવા’

સુરતમાં રવિવારે અનોખી પાદ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર લોકોને સૌથી લાંબું, સૌથી ધમાકેદાર અને સૌથી સંગીતમય પાદ મારવાની હતી. દેશમાં પ્રથમવાર યોજવામાં આવેલી આ સ્પર્ધામાં ત્રણ શ્રેણીઓમાં ટ્રોફીઓ આપવાની હતી અને ત્રણેય શ્રેણીના મુકાબલામાં રજીસ્ટ્રેશન કંઇક આ રીતે કરવામાં આવ્યું હતું. સૌથી લાંબું પાદ ટ્રોફી, સૌથી ધમાકેદાર પાદ ટ્રાફી અને સૌથી સંગીતમય પાદ ટ્રોફી. પરંતુ મજાની વાત તો એ છે કે, તમામ પાદેડુઓને છેલ્લા સમયે શરમ આવી ગઇ અને સ્પર્ધામાં માત્ર ત્રણ પાદેડુ જ ઉતર્યા હતા. અને તેઓ પણ કોઇ કમાલ બતાવી શક્યા ન હતા.
સ્પર્ધાના માપદંડો પર ખરા ન ઉતરતા કોઇપણ પાદેડુને ટ્રોફી આપવામાં આવી નથી. દેશમાં આ પ્રકારની તેની પ્રથમ પ્રકારની સ્પર્ધા નિષ્ફળ સાબિત થઈ કારણ કે તેમાં ભાગ લેનારા ત્રણ સ્પર્ધકો પાદ મારી શક્યા નહીં અને તેમની 'હવા' નીકળી ગઈ. ફક્ત ત્રણ બહાદુર એવા હતા જેઓ હંમેશાથી હાસ્ય અને મજાકનો વિષય બનનાર ‘પાદ’થી સંબંધિત સ્પર્ધામાં ભાગ લેવા માટે શરમ છોડી હિંમત દેખાડી આગળ આવ્યા હતા. આયોજક યતિન સંઘોઇએ જણાવ્યું હતું કે વેસુ ક્ષેત્રમાં સ્થિત 'બેંક્વેટ હોલમાં' યોજાયેલી સ્પર્ધા માટે 60 લોકોએ 'સૌથી લાંબું', 'સૌથી ધમાકેદાર' અને 'સૌથી સંગીતમય' પાદના પ્રદર્શનની નોંધણી કરાવી હતી. જોકે, રવિવારે 20 લોકો જ સ્થળ પર પહોંચ્યા હતા.
સંઘોઇએ જમાવ્યું કે, આ સ્પર્ધામાં ત્રણ વ્યક્તિ જ તેમની શરમ અને સંકોચ છોડી મંચ પર આવ્યા હતા. હાં તે અલગ વાત છે કે, આ ત્રણેયની હાવ નિકળી ગઇ હતી. આ સ્પર્ધાને જોવા માટે 70 લોકો સાથે કેટલાક મીડિયા ચેનલવાળા પણ હાજર હતા. તેમણે કહ્યું કે, આ સ્પર્ધાના વિજેતાઓ માટે ત્રણ ટ્રોફી રાખવામાં આવી હતી. પરતું તેમાંથી કોઇ પણ ટ્રોફી આપવામાં આવી ન હતી. જો કે, આ સ્પર્ધામાં સામેલ સ્પર્ધકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, સ્પર્ધકો મંચ પર જવા તૈયાર ન હતા કેમ કે તેમને સંભવત: શરમ આવી રહી હતી અને તેઓ ન્યુઝ ચેનલ, ફોટોગ્રાફર અને લોકોની હાજરીના કારણે સંકોચાઇ રહ્યાં હતા. અમે પાદ માપવા માટે એક વિશેષ ઉપકરણ બનાવવા માટે એક કંપનીનો પણ સંપર્ક કર્યો હતો.
 
આગામી સ્પર્ધા મુંબઇમાં
સ્પર્ધા નિષ્ફળ થવા છતાં સંઘોઇએ કહ્યું કે, તેમની ઇચ્છે આગામી આ પ્રકારની સ્પર્ધા મુંબઇમાં આયોજન કરવાની છે. તેમણે કહ્યું હતું કે ત્યાં ચેમ્બરો આપવામાં આવશે જેથી સ્પર્ધકો પ્રેક્ષકોની નજરથી દૂર રહે. તેમણે કહ્યું કે, મંચ પર પહોંચનાર ત્રણ સ્પર્ધકો બારડોલીના સુસીલ જૈન, પાટણના અલ્કેશ પંડ્યા અને સુરતના વિષ્ણુ હૈદા સમાલે હતા.