આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર
Surat School closed today- સુરતમાં ભારેથી અધિકારી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને પગલે મોડી સાંજે જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથ પરમારે શહેર જિલ્લાના તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને લેખિતમાં આદેશ કર્યો છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, રાજ્યમાં ચોમાસું ભરપૂર સક્રિય છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે.
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં 23 અને 24 જુલાઈના રોજ ગુજરાતમાં કોઈ સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની પણ શક્યતા છે અને 26 જુલાઈ સુધી કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
સુરતના પલસાણામાં પોણા આઠ ઈંચ, કેશોદમાં પણ પોણા આઠ ઈંચ, સુરતના બારડોલીમાં સવા સાત ઈંચ, વલસાડના કપરાડામાં સાત ઈંચ, દ્વારકા તાલુકામાં તથા વાપી તાલુકામાં સાડા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.આ ઉપરાંત માળિયા હાટિનામાં સવા છ ઈંચ, ચીખલી, કામરેજ અને ઉપલેટામાં છ-છ ઈંચ, પારડી, ખેરગામ અને ઉમરગામમાં પોણા છ ઈંચ, રાણાવાવ અને વલસાડમાં સાડા પાંચ ઈંચ, ગીર ગઢડામાં સવા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે