રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 માર્ચ 2022 (09:58 IST)

ડાકોરમાં ફાગણી પૂનમે રણછોડરાય મંદિર સવારે 3.45 વાગે નિજ મંદિર ખૂલશે

જગ વિખ્યાત ડાકોરના રાજા રણછોડ રાયજી મંદિર ખાતે ગુજરાતના ગામે ગામથી ફાગણી પૂનમ અને તેની આગળ પાછળના દિવસો દરમ્યાન શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આવા સમયે મોટી સંખ્યામાં આવતા ભક્તોને દર્શનનો લ્હાવો મળી રહે તે માટે ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં વધારો અને ફેરફાર કરાયા છે. ભકતો સરળતાથી અને સહેલાઇથી દર્શન કરી શકે તે માટે સંવત 2078 ના ફાગણસુદ-15 (દોલોત્સવ)ને તા.18-03-22ને શુક્રવારના રોજ રણછોડરાયજી મહારાજ ડાકોરના દર્શનનો સમય સેવક આગેવાન ભાઇઓ અને મેનેજર સાથે નક્કી થયા મુજબ રાખવામાં આવ્યો છે.
​​​​​​નવા સમય મુજબ સવારના 3.45 વાગે નિજ મંદિર ખુલશે.
4.00 વાગે મંગળા આરતી થશે. (આરતીમાં વૈષ્ણવોનો મંદિર પ્રવેશ બંધ રહેશે.)
4.05 થી 8.30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.
8.30 થી 9.00 વાગ્યા સુધી શ્રી ઠાકોરજી બાલ ભોગ, શ્રુંગાર ભોગ, ગોવાળ ભોગ ત્રણેય ભોગ બંધબારણે આરોગવા બિરાજશે, (દર્શન બંધ રહેશે.)
9.00 વાગ્યે શણગાર આરતી થશે. 9.00 થી 1.00 વાગ્યા સુધી શ્રી ગોપાલલાલજી મહારાજ ફૂલડોળમાં બિરાજશે. ફૂલડોલ ના દર્શન થશે.
બપોરના 1.00 થી 2.00 સુધી દર્શન ખુલ્લા રહેશે. { 2.00 થી 3.30 સુધી શ્રી ઠાકોરજીને રાજભોગ આરોગવા માટે બીરાજશે. (દર્શન બંધ રહેશે.)
3.30 વાગે રાજભોગ આરતી થશે. (આરતીમાં વૈષ્ણવોનો મંદિર પ્રવેશ બંધ રહેશે.)
3.35 થી 4.30 સુધી દર્શન ખુલ્લા રહેશે. { સાંજના 4.30 થી 5.00 સુધી દર્શન બંધ રહેશે. (શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે.)
5.00 વાગે નિજ મંદિર ખુલીને 5.15 વાગે ઉથ્થાપન આરતી થશે. આરતીમાં વૈષ્ણવોનો મંદિર પ્રવેશ બંધ રહેશે.
5.20 થી નિત્ય ક્રમાનુસાર શયન ભોગ, સુખડીભોગ આરોગી અનુકુળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે, તેમ ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.