મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (19:19 IST)

રાજકોટમાં કોરોના રસીનો બીજો ડોઝ લેનાર રૂ.50 હજારનો સ્માર્ટફોન અને UHCની ટીમને રૂ.21 હજાર અપાશે

રાજકોટ શહેરમાં વધુને વૃદ્ધ વેક્સિનેશન થાય તેના માટે મનપા દ્વારા નાગરિકોને સ્માર્ટફોનની લાલચ આપી અને વેક્સિન લેવા માતની અપીલ કરી રહેગી છે. આ અંગે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ મીડિયાને જણાવ્યું હતું કે,બીજો ડોઝ લેનાર રૂ.50 હજારનો સ્માર્ટફોન અને UHCની ટીમને રૂ.21 હજાર અપાશેઆ અંગે વિગતે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ મીડિયાને જણાવ્યું હતું કે,રાજકોટ શહેરના નગરજનો વેક્સિનનો બીજો ડોઝ લેશે તો તેમને મનપા દ્વારા રૂ. 50 સુધીનો સ્માર્ટફોન લક્કી ડ્રો થી વિજેતા થનાર લાભાર્થીને આપવામાં આવશે

તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાંથી સૌથી વધારે વેક્સિનેશનની કામગીરી કરનાર આરોગ્ય કેન્દ્રની ટીમને રૂ.21 હજારનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાનો ઉદેશ છે કે શહેરના કોઇપણ નગરજનો કોરોના વેક્સિનથી વંચિત ન રહે અને વધારેને વધારે લોકો જાગૃત બને અને વેક્સિનના પ્રથમ અને બીજા ડોઝ ઝડપથી લઇ લે. જેથી કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રોકી શકાય