મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 ડિસેમ્બર 2021 (15:41 IST)

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની હાલત નાજૂક, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઝાયડ્સ હોસ્પિટલ હાલચાલ પૂછવા પહોંચ્યા

ભાજપના મહિલા ધારાસભ્યને ડેન્ગ્યુ થયા પછી મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર થતાં લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ પર રખાયા છે 
 
. 7 ડિસેમ્બરે દિલ્હીથી પરત ફર્યા બાદ તેમને તાવ આવ્યો હતો અને પછી ડેન્ગ્યુ થયાનું રિપોર્ટમાં આવ્યું હતું
 
. મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ ડેન્ગ્યુ થયા બાદ તેમની હાલત ગંભીર છે. તેમનું લીવર ડેમેજ થયું હોવાની માહિતી સાંપડી રહી છે. ગઈકાલે સારવારાર્થે તેમને  અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના ખબરઅંતર પૂછવા માટે ઝાયડ્સ હોસ્પિટલ દોડી ગયા હતા.
 
શુક્રવારે ઝાયડ્સ હોસ્પિટલમાં ખેસડાયા છે
આશાબેન પટેલને દિલ્હીથી પરત આવ્યા પછી ડેન્ગ્યુ થયો હતો. તેઓને 7  ડિસેમ્બરે તાવ આવ્યો હતો. બાદમાં તેમને ડેન્ગ્યુ થયું હોવાનું તારણ સામે આવ્યું હતું. બે દિવસ ઊંઝાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જો કે ત્યાં તેમની તબિયત વધુ બગડતાં શુક્રવારે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતા છે. ડેન્ગ્યુના કારણે તેમનું લીવર ડેમેજ થયું હોવાથી તેમની સ્થિતિ ગંભીર બનતાં હાલમાં તેમને વેન્ટિલેટર પર રાખયા હોવાનું સૂત્રો જણાવે છે.
 
ઉમિયાધામના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીનો કાફલો ઝાયડ્સ પહોંચ્યો
સોલામાં ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ તેઓ સીધા જ ઝાયડ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેમણે ધારાસભ્ય આશાબેન પટેલની હાલચાલ પૂછવા ગયા હતા. ત્યારે મંત્રી બ્રિજેશ મેરજા પણ ઊંઝાના ધારાસભ્યના હાલચાલ પૂછવા દોડી ગયા હતા.
 
કોંગ્રેસમાંથી રાજીનામું ધરી ભગવો ખેસ ધારણ કર્યો હતો
2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ડૉ.આશાબેન પટેલ ચૂંટાયાં હતાં, જો કે, 2019માં તેમણે પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયાં હતાં. જેના કારણે ખાલી પડેલી આ બેઠક  પર ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપે આશાબેનને જ ટિકિટ આપતાં ફરી ચૂંટણી ગયાં હતાં. ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલાં ડૉ.આશાબેન પટેલ 19,500 મતની લીડથી વિજેતા બન્યાં હતાં. 2019ની પેટાચૂંટણીમાં ભારે રસાકસી બાદ ભાજપનાં ડૉ. આશાબેન પટેલનો 23,072 મતની લીડ વિજય થયો હતો.