1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 4 માર્ચ 2024 (11:30 IST)

ગુજરાતમાં આગામી 24 કલાક તાપમાન યથાવત્ રહેવાની શક્યતાઓ; લોકોને શિયાળાનો અનુભવ

unseasonal rain in Gujarat
- 1 અને 2 માર્ચના રોજ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો
- કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક 
-  આગામી 24 કલાક દરમિયાન પણ મહત્તમ તાપમાન યથાવત્ રહે તેવી શક્યતા

હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ અગાઉ આગાહી કરવામાં આવી હતી કે, અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે. ત્યારબાદ 1 અને 2 માર્ચના રોજ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં ગઈકાલે બપોર બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદમાં કમોસમી વરસાદે એન્ટ્રી લીધી હતી. કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેની અસર મોડી રાત્રે અને વહેલી સવારે પણ જોવા મળી હતી.

ગઈકાલે માવઠા દરમિયાન અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં બરફના કરાં પડ્યા હતા, તેનું કારણ જણાવતાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમી સર્ક્યુલેશન સર્જાયું હતું, તેને કારણે ગુજરાત પર કમોસમી વરસાદના વાદળો બંધાયા હતા અને વરસાદ પડ્યો હતો. ગુજરાતના કેટલાક જિલ્લાઓ ધોધમાર તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં બરફના કરાં પડવાની પણ ઘટના બની હતી. તેની પાછળનું કારણ સાઇક્લોનિક સર્ક્યુલેશન છે.

અમદાવાદ શહેરમાં ફક્ત 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં સાત ડિગ્રીનો તફાવત નોંધાયો હતો. જેમાં આજરોજ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગઈકાલે લઘુતમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઘટાડો નોંધાયો છે. જ્યારે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ વાસીઓ અચાનક શરૂ થયેલી ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા. તેવામાં કમોસમી વરસાદને કારણે મહત્તમ તાપમાન પણ 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી 24 કલાક દરમિયાન પણ મહત્તમ તાપમાન યથાવત્ રહે તેવી શક્યતાઓ છે.