સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 ઑક્ટોબર 2019 (15:13 IST)

ગુજરાત પેટાચૂંટણીઃ સૌથી વધુ થરાદમાં 34 અને સૌથી ઓછું અમરાઈવાડીમાં 19 ટકા

ઉત્તર ગુજરાતની ચાર બેઠક ખેરાલુ, રાધનપુર, થરાદ અને બાયડ સહિત, અમરાઈવાડી અને લુણાવાડા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સવારે આઠ વાગ્યેથી મતદાન શરૂ થયું છે. જોકે પ્રારંભિક તબક્કે મતદાન ધીમી ગતિએ થઇ રહ્યું છે.બપોરે 2 વાગ્યા સુધી થરાદ 34.33 ટકા, રાધનપુર 33.86 ટકા, ખેરાલુ 19.83 ટકા, બાયડ 31.85 ટકા, અમરાઈવાડી 19.00 ટકા, અને લુણાવાડા 26.63 ટકા મતદાન થયું છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં બધાની નજર ઉત્તર ગુજરાતની રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યા છે. બાયડના ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા, કોંગ્રેસના જશુ પટેલે મતદાન કર્યું છે. સાંસદ પરબત પટેલે થરાદમાં મતદાન કર્યું છે. ખેરાલુ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોરે મતદાન કર્યું છે. અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે મતદાન કર્યું છે. થરાદ બેઠક પર ગુલાબસિંહ રાજપૂતે મતદાન કર્યું છે. બાયડના લીંબ-2માં ઇવીએમ મશીન ખોરવાતા મતદાન પ્રક્રિયા રોકવામાં આવી હતી. અલ્પેશ ઠાકોર અને રધુ દેસાઈ વોટિંગ કરી શક્યા નથી કારણ કે બંને અમદાવાદ જિલ્લાના મતદારો છે. ઉત્તર ગુજરાતમાં વિધાનસભાની ખેરાલુ, રાધનપુર, થરાદ અને બાયડ બેઠકની સોમવારે યોજાનારી પેટાચૂંટણીમાં 9.28 લાખ મતદારો ભાજપ, કોંગ્રેસ અને એનસીપી સહિત 28 ઉમેદવારોના ભાવિ નક્કી કરશે. મતદારોમાં 4.44 લાખ મહિલા મતદારો છે. ચૂંટણીપંચ દ્વારા 1171 મતદાન મથકો ઊભાં કરાયાં છે, 8100 કર્મચારીઓને ફરજ પર તૈનાત કરાયાં છે. આ પેટાચૂંટણીમાં સૌની નજર રાધનપુર અને બાયડ બેઠક પર છે.