ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 29 જૂન 2021 (08:57 IST)

વડોદરાના લહ જેહાદ કેસમાં યુવતિના પરિવારના ધમકી આપતાં નોંધાવી વધુ એક ફરિયાદ

વડોદરાના લહ જેહાદના કિસ્સામાં પીડિતાએ વધુ એક ફરિયાદ નોંધાવતાં શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. જેમાં તેણે મોહિબ પઠાણ અને તેના પરિવાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે મોહિબ પઠાણ અને તેના પરિવારે તેની માતાના ઘરમાં ઘૂસીને પુત્રને લઇ જવાનો પ્રયાસ કર્યો હતો અને ધમકી આપી. આ ઉપરાંત મોહિબના ભાઇએ યુવતિને બહેનને ઉપાડી જવાની ધમકી આપતાં યુવતિનો પરિવાર ગભરાઇ ગયો હતો અને તેણે પોલીસ મથકમાં તેમના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવીહતી. જોકે આ ઘટના 24 જુનની છે અને 4 દિવસ બાદ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 
 
આ કિસ્સો વડોદરા શહેરનો છે. જ્યાં ફતેહગંજ પોલીસે ગુજરાતના ગુજરાત ધર્મ સ્વતંત્રતા સંશોધન કાનૂન અધિનિયમ 2021 હેઠળ મોહિબ પઠાન, તેના ભાઇ મોહસિન અને પિતા ઇમ્તિહાઝ પઠાણની ધરપકડ કરી છે. તમને જણાવી દઇએ કે વિવાદોમાં ઘેરાયેલા આ કાયદા હેઠળ દોષી સાબિત થાય તો ત્રણથી પાંચ વર્ષની જેલની જોગવાઇ છે. જો પીડિત એસટી, એસસી સમુદાયમાંથી છે તો આ સજા 7 વર્ષ સુધીની હોઇ શકે છે. 
 
 
પોલીસે અધિકારીએ જણાવ્યું કે મહિલાએ મોહિબના ભાઇ પર પરેશાન કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેના સસરાએ ત્રણ મહિના પહેલાં પ્રસવ માટે અપિસ આપવાની ના પાડી દીધી હતી. સાથે જ પોતાના માતા પિતા પાસેથી પૈસા લેવા માટે કહ્યું હતું. 
 
23મી તારીખે મોડી રાતે ફરિયાદ નોંધાવ્યા બાદ બીજા દિવસે સવારે પીડિતાની માતા દૂધ લેવા ગયા હતા ત્યારે મોહિબનો નાનો ભાઈ સાજીદ ઈમ્તિયાઝ પઠાણ, મોટો ભાઈ વસીમ ઈમ્તિયાઝ પઠાણ, મોટા ભાઈની પત્ની શબનમ મોહસીન પઠાણ અને શબાના ઈમ્તિયાઝ પઠાણ તેના ઘરમાં પ્રવેશી ગયા હતા. શબનમ પઠાણે ઘોડિયામાં સૂઈ રહેલા પીડિતાના પુત્રને કાઢી લઈ બોલાચાલી કરી તેં ખોટી ફરિયાદ કરી છે, આ છોકરો અમારો છે, એમ કહીને માથાકૂટ કરી હતી. 
 
આ ઉપરાંત મોહિબના ભાઇ સાજીદે પીડિતાની 12 વર્ષની બહેનને ઉઠાવી જવાની ધમકી આપી હતી. જોકે આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાટીદાર યુવતીને જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવાના બનાવમાં આરોપી પતિ મોહિબ સહિત ત્રણ આરોપીને જેલમાં મોકલી અપાયા છે. આ બનાવમાં સોમવારે પીડિતાનું મેજિસ્ટ્રેટ સામે 164 મુજબનું નિવેદન લેવાયું હતું.