રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 24 એપ્રિલ 2018 (17:13 IST)

વિવાદ થયો તો ખુર્શીદ બોલ્યા - મુસલમાનોના લોહીના ધબ્બા કોંગ્રેસ પર નહી પણ મારા પર..

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના નિવેદનથી નવો વિવાદ ઉભો થયો છે. એએમયૂમાં ખુર્શીદે નિવેદન આપ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટીના દામન પર મુસલમાનોના લોહીના ધબ્બા લાગ્યા છે. આ નિવેદન પર પાર્ટીની ફજેતી થયા પછી સલમાને તરત સફાઈ આપી છે. તેમણે કહ્યુ કે આ તેમના પર્સનલ વિચાર હતા. કોંગ્રેસ પાર્ટીના સભ્ય હોવાને નાતે મે બચાવ કર્યો. મે લોહીના દાગ પાર્ટી નહી પણ મારા હાથ પર લાગ્યા હોવાની વાત કરી હતી. 
પોતાના નિવેદન પર પાર્ટીને ધેરાતી જોઈ ખુર્શીદે સફાઈમાં કહ્યુ કે જો કોઈ કોંગ્રેસ પર આરોપ લગાવે છે તો હુ તેનો જવાબ આપુ છુ. કોઈએ મને કહ્યુ કે પાર્ટી પર દાગ છે. ત્યારે મે કહ્યુ કે મારા પર દાગ છે અને મેં તેનો જવાબ આપ્યો પણ શુ જો કોઈ તમારા પર હુમલો કરે તો હુ તમારા બચાવમાં ન આવુ ? શુ આ મારુ કર્તવ્ય, મારી જવાબદારી નથી ? કોઈ ભારતીય નાગરિક પર હુમલો કરવામાં આવે તો શુ તેની સુરક્ષા કરવાનો મને અધિકાર નથી ?
વિદ્યાર્થીનો આ હતો તીખો સવાલ 
 
વિદ્યાર્થી આમિર મિંટોઈએ ખુર્શીદ તરફથી રમખાણો અને બાબરી મસ્જિદ પર સવાલ કર્યો તો આયોજકોએ વિદ્યાર્થીને રોકવાની કોશિશ કરી. પણ સલમાન ખુર્શીદે કહ્યુ કે તેમને સવાલ કરવા દો. જો કે આ રાજનીતિક પ્રશ્ન છે. જ્યારબાદ વિદ્યાર્થીએ સવાલ કર્યો કે 1948માં એએમયૂ એક્ટમાં પ્રથમ સંશોધન થયુ. ત્યારબાદ 1950માં પ્રેસિડેંશલ ઓર્ડર જેમા મુસ્લિમ દલિતો પાસે એસટી/એસસી અનામતનો હક છીનવામાં આવ્યો. ત્યારબાદ હાશિમપુરા, મલિયાના, મુઝફ્ફરનગર વગેરેમાં મુસલમાનોનો નરસંહાર થયો.  આ ઉપરાંત બાબરી મસ્જિદના દરવાજા ખુલવા, બાબરી મસ્જિદમાં મૂર્તિયો રાખવી અને પછી બાબરી મસ્જિદની શહીદી થઈ. આ બધુ કોંગ્રેસની સરકારમાં થયુ.  આ બધી ઘટનાઓનો હવાલો આપતા આમિરે ખુર્શીદને પુછ્યુ કે કોંગ્રેસના દામન પર મુસલમાનોના લોહીના જે ધબ્બા છે  આ ધબ્બાને તમે કયા શબ્દોમાં ધોશો ?