1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (17:15 IST)

8 વર્ષની વયમાં ખલીએ કરી હતી માળીની નોકરી... જાણો ખલી વિશે રોચક વાતો

દુનિયામાં પોતાની તાકતને સાબિત કરાવી ચુકેલ વિશ્વ હેવીવેટ ચેમ્પિયનશિપ જીતનારા ગ્રેટ ખલી ઉર્ફ દિલીપ સિંહ રાણાએ પોતાના જીવનમાં ખૂબ ખરાબ સમય જોયો છે.  સ્કૂલ છોડવાથી લઈને રોજની મજૂરી સુધી તેમણે બધુ કર્યુ.  પોતાના કદને કારણે લોકો વચ્ચે મજાકનુ પાત્ર પણ બન્યા.  ત્યારબાદ તેમણે કુશ્તીમાં પદાર્પણ કર્યુ અને ડબલ્યૂડબલ્યૂઈમાં પદાર્પણ કરનારા પ્રથમ ભારતીય પહેલવાન બન્યા. 
આઠ વર્ષની વયમાં બન્યા માળી 
 
ધ ગ્રેટ ખલીએ એવો પણ સમય જોયો છે જ્યારે અઢી રૂપિયા ફી ન ભરી શકવાને કારણે તેમને શાળામાંથી બહાર કરવામાં આવ્યા. તેમને આઠ વર્ષની વયમાં પાંચ રૂપિયા રોજ કમાવવા માટે ગામમાં માળીની નોકરી કરવી પડી હતી. આ ખુલાસો ખલીએ પોતાના પુસ્તક 'ધ મેન હુ બિકેમ ખલી' માં કર્યો છે.  આ પુસ્તક ખલી અને વિનીત કે. બંસલે સંયુક્ત રૂપે લખ્યુ છે. આ પુસ્તકમાં ખલીએ પોતાના જીવનના અનેક પહેલુઓને ઉજાગર કર્યા છે. 
 
વર્ગમાં બધા સામે કર્યો અપમાનિત 
 
તેમણે કહ્યુ 1979માં ગરમીની ઋતુમાં મને શાળામાંથી કાઢી મુકવામાં આવ્યો કારણ કે વરસાદ ન પડવાથી અમારો પાક્ સુકાય ગયો હતો અને અમારી પાસે ફી ભરવાના પૈસા નહોતા.  એ દિવસે મારા ક્લાસ ટીચરે મને આખા ક્લાસ વચ્ચે અપમાનિત કર્યો. બધા વિદ્યાર્થીઓએ મારી મજાક ઉડાવી.  ત્યારબાદ તેમણે નક્કી કરી લીધુ કે તેઓ ક્યારેય હવે સ્કૂલ નહી જાય. 
 
રોજની મજૂરી પર નોકરી કરી 
 
તેમણે લખ્યુ છે એક દિવસ મને જાણ થઈ કે ગામમાં રોજની મજૂરી માટે એક માણસ જોઈએ અને રોજ પાંચ રૂપિયા મળશે. મારા માટે આ સમય પાંચ રૂપિયા ખૂબ મોટી રકમ હતી. મને અઢી રૂપિયા ન હોવાથી શાળા છોડવી પડી હતી અને પાંચ રૂપિયા તો તેનાથી ડબલ હતા.