ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 જાન્યુઆરી 2024 (16:59 IST)

મિલકત માટે 8 કલાક ચિતા પર પડી રહ્યો મૃતદેહ, દિકરીઓ પોતાના ભાગ માટે લડતી રહી

wood pyare
wood pyare
મથુરામાં માતાના મોત પછી પુત્રીઓ વચ્ચે જમીનની વહેંચણીને લઈને વિવાદ થઈ ગયો. સ્મશાન ઘાટ પર માતાનો મૃતદેહ રાખી મુક્યો અને પુત્રીઓ લડતી રહી. જ્યા સુધી મામલાનો ઉકેલ ન આવ્યો ત્યા  સુધી મૃતદેહને મુખાગ્નિ આપી શકાઈ નહી. આ બધામાં લગભગ 8 થી 9 કલાક બરબાદ થયા. 
 
યૂપીના મથુરામાં માતાની મોત પછી પુત્રીઓમાં જમીનની વહેંચણીને લઈને વિવાદ થયો. સ્મશાન ઘાટ પર માતાનો મૃતદેહ પડ્યો રહ્યો અને પુત્રીઓ લડતી રહી. આ ઘટનાક્રમને લઈને લોકો મૃતકાની દિકરીઓને સંભળાવી રહ્યા છે. આવો જાણીએ શુ છે મામલો. 
 
ઉલ્લેખનીય છે કે માનવતાને શર્મશાર કરનારો આ મામલો મથુરામાં આવેલ સ્મશાનઘાટ સામેનો છે. જ્યા 85 વર્ષીય મહિલા પુષ્પાની મોત પછી તેની ત્રણ પુત્રીઓ વચ્ચે જમીની હકને લઈને લડાઈ શરૂ થઈ ગઈ અને અનેક કલાક સુધી મહિલાના અંતિમ સંસ્કાર ન થઈ શક્યા. 
 
સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કારની વિધિ સંપન્ન કરવા આવેલ પંડિત પણ પરત ફર્યા. અનેક કલાક સુધી સ્મશાન ઘાટ પર પુત્રીઓનુ નાટક ચાલતુ રહ્યુ.  જેને કારણે અંતિમ યાત્રામાં આવેલ લોકો અને મૃતકાના પરિજનો પરેશાન થઈ ગયા. પછી જ્યારે સ્ટામ્પ લઈને જમીનની લેખિત વહેંચણી થઈ ત્યારે અંતિમ સંસ્કાર પુરો થઈ શક્યો. 
 
મૃતકાની ત્રણ પુત્રીઓ છે 
ઉલ્લેખનીય છે કે મૃતકા પુષ્પાનો કોઈ મિત્ર નથી. તેની ફક્ત ત્રણ પુત્રીઓ છે. જેના નામ-મિથિલેશ, સુનીતા અને શશિ છે.  છેલ્લા કેટલાક દિવસોથી પુષ્પા મોટી પુત્રી મિથિલેશના ઘરમાં રહેતી હતી. આરોપ છે કે મિથિલેશે પોતાની માતાને પટાવીને લગભગ દોઢ વીધા ખેતર વેચી દીધુ હતુ. 
 
આ દરમિયાન ગઈકાલે સવારે પુષ્પાનુ મોત થઈ ગયુ. આવામાં મિથિલેશના પરિજન પુષ્પાના મૃતદેહને લઈને સ્થિત મોક્ષ ધામ અંતિમ સંસ્કાર માટે પહોચી ગયા. જેવી આ વાતની માહિતી પુષ્પાની અન્ય બે દિકરીઓ સુનીતા અને શશિને થઈ તેઓ પણ સ્માશાન ઘાટ પહોચી  ગઈ. તેમણે મોટી બહેન પર આરોપ લગાવતા માતાનો અંતિમ સંસ્કાર રોકી દીધો. બંને બહેનોએ મિથિલેશને માતાની સંપત્તિની વહેચણી માટે લડવા લાગી. 
 
સ્માશાન ઘાટ પર પુત્રીઓ વચ્ચે લડાઈ 
 
સુનીતિઆ અને શશિની માંગ હતી કે માતાની જે સંપત્તિ બચી છે તેને  એ બંનેના નામ કરવામાં આવે નહી તો તેઓ અંતિમ સંસ્કાર નહી થવા દે.  પણ મિથિલેશ આ માટે રાજી નહોતી. બહેનો વચ્ચે આ લડાઈ ઘણા મોડે સુધી ચાલતી રહી. જેના પર સ્માશાન ઘાટ પર કામ કરનારા લોકોએ પોલીસને સૂચના આપી. 
 
જ્યારબાદ કોતવાલી પોલીસ ઘટના સ્થળ પર પહોચી. પણ પોલીસ પણ બહેનોને સમજાવવામાં નિષ્ફળ રહી. છેવટે સાંજે લગભગ 6 વાગે ત્રણેય બહેનો વચ્ચે લેખિત સમજૂતી થઈ. જેમા લખવામાં આવ્યુ કે મૃતકાની બચેલી સંપત્તિને શશિ અને સુનીતાને નામે કરવામાં આવે. ત્યારે જઈને અંતિમ સંસ્કાર થયો. આ સમગ્ર ઘટનાક્રમમાં લગભગ 8 થી 9 કલાક લાગી ગયા.