આજે છે અમદાવાદનો 609મો સ્થાપના દિવસ, જાણો કેવી રીતે સ્થપાયું હતું આ શહેર
26મી ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ છે. અહેમદશાહ બાદશાહે ઈ.સ. 1411માં વસાવેલું અહમદાબાદ 609 વર્ષની લાંબી મજલ ખેડીને આજે અમદાવાદ બન્યું છે. મેટ્રો સિટી અને ગુજરાતનું હાર્દ અમદાવાદ આજે પણ એક વ્યક્તિનું ઋણી છે, કદાચ એ વ્યક્તિએ પોતાનું બલીદાન આપ્યું ન હોત, તો આજે અમદાવાદ જે ઉંચાઇ પર પહોંચ્યું છે, તે ઉંચાઇ પર પહોંચ્યું ન હોત અને કંગાળ હાલતમાં જીવતું હોત, તેવું અમદાવાદના નગર દેવી વિશેની એક દંતકથામાં વર્ણવવામાં આવ્યું છે.
અમદાવાદ સાબરમતીને કાંઠે વસેલું છે, શહેરના મધ્ય ભાગમાંથી સાબરમતી નદી વહેતી હોવાથીએ અમદાવાદ બે ભાગ વહેંચાયેલું છે. અમદાવાદ પૂર્વ અને પશ્નિમ અમદાવાદ. અમદાવાદ ચોતરફ વિસ્તર્યું છે. જૂનું અમદાવાદ એટલે કોટ વિસ્તારનું –પોળોનું અમદાવાદ, પણ હવે અમદાવાદ નદી પાર બંને બાજુ ખૂબ વિસ્તર્યું છે. શહેરનો ઘેરોવો ચારે બાજુ ઘણો વધ્યો છે.
અમદાવાદમાં 500 પોળો આવેલી છે તો 500 મસ્જિદો પણ છે. ઐતિહાસિક ધરોહરમાં માણેક બુરજ છે તે ભદ્ર કાળીનું મંદિર છે. સરખેજનો રોજો પણ આવેલો છે.
અમદાવાદ વિશે પ્રસિદ્ધ લોકવાયકા પ્રમાણે 1411માં 26 ફેબ્રુઆરીએ અહમદ શાહે પાટણ છોડીને સાબરમતી નદીના કિનારે ગુજરાતનું નવું પાટનગર વસાવવા માટે પોતાના મહેલનો પાયો મૂક્યો હતો. મુગલ સુલતાને જે અહમદાબાદ વસાવ્યું એ હકીકતમાં આશાવલના નામે જાણીતું હતું. અહીં આશા ભીલનું શાસન હતું. સુલતાન અહમદ શાહને સાંભળવા મળ્યું હતું કે આશા ભીલની દીકરી તેજા ખૂબ સુંદર છે. એ દીકરીને પામવા માટે અહમદ શાહ પાટણથી આશાવલ આવ્યો અને નજરાણામાં આશા ભીલ પાસે બહુ મોટી રકમ માગી. આશા ભીલે એટલી રકમ ચૂકવવામાં અસમર્થતા જાહેર કરતાં તેણે શરત મૂકી કે કાં તો તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે કાં તારી દીકરી મને પરણાવવી પડશે. શરૂઆતમાં તો આશા ભીલે આ શરતનો વિરોધ કર્યો, પણ પછી તેની પત્નીએ સુલતાન સાથે દુશ્મની વહોરી લેવાને બદલે દીકરી આપીને સંબંધ જોડી લેવાની સલાહ આપી. બસ, એ પછીથી તેણે આશાવલમાં જ રહેવાનું નક્કી કરી લીધું.
એક દિવસ અહમદ શાહ તેના કાફલા અને શિકારી કૂતરાની સાથે સાબરમતી નદી પાસેનાં ગાઢ જંગલોમાં શિકાર માટે ફરી રહ્યા હતા ત્યારે અચાનક ઝાડીમાંથી એક સસલું કૂદી નીકળ્યું અને સુલતાનના શિકારી કૂતરા સામું થઈ ગયું. એક સસલાની આ હિંમત જોઈને અહમદ શાહ ચકિત થઈ ગયા અને તેને લાગ્યું કે આ જગ્યામાં જ કંઈક રહસ્ય છે અને તેણે સાબરમતી નદીની નજીકમાં જ પોતાનો મહેલ બનાવીને એની આસપાસ શહેર વસાવ્યું છે