બુધવાર, 27 સપ્ટેમ્બર 2023
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 7 જૂન 2023 (09:36 IST)

Sankashti Chaturthi 2023: આજની સંકષ્ટી ચતુર્થી છે ખૂબ જ ખાસ, જાણો પારણની તિથિ, શુભ સમય અચૂક ઉપાય

 Sankashti Chaturthi 2023
Sankashti Chaturthi 2023:  શાસ્ત્રોમાં બુધવારનો દિવસ ભગવાન ગણેશની પૂજા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ વખતે બુધવારે એટલે કે 7 જૂન, 2023ના રોજ સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત પણ રાખવામાં આવશે. આવી સ્થિતિમાં આ વખતે સંકષ્ટી ચતુર્થીનું વ્રત અને ગણપતિની પૂજા ખૂબ જ ફળદાયી રહેશે. તમને જણાવી દઈએ કે શ્રી ગણેશને ચતુર્થી તિથિના પ્રમુખ દેવતા માનવામાં આવે છે. દરેક મહિનાના કૃષ્ણ અને શુક્લ બંને પખવાડિયાની ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાની વિધિ છે. ફરક માત્ર એટલો છે કે કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે શુક્લ પક્ષની ચતુર્થીને વૈનાયકી શ્રી ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થીનો અર્થ છે- મુસીબતોનો પરાજય કરનાર.
 
સંકષ્ટી ચતુર્થીના ઉપવાસનું મહત્વ
ભગવાન ગણેશ શાણપણ, સમૃદ્ધિ અને સારા નસીબના દેવ છે. તેમની પૂજા જલ્દી ફળદાયી માનવામાં આવી છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ સંકષ્ટી ચતુર્થીના રોજ વ્રત કરે છે, તેના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને તેના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. 
એટલું જ નહીં ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી ઋણમાંથી પણ મુક્તિ મળે છે. આ વ્રત સવારથી સાંજના ચંદ્રોદય સુધી રાખવામાં આવે છે. ચંદ્રોદય સમયે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા પછી જ વ્રત ઉજવવામાં આવે છે.
 
સંકષ્ટી ચતુર્થીનું શુભ મુહુર્ત 
 
કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ બપોરે 12.50 વાગ્યાથી શરૂ થાય છે (6 જૂન, 2023)
ચતુર્થી તારીખ સમાપ્ત થાય છે - રાત્રે 09.50 વાગ્યે (7 જૂન 2023)
સંકષ્ટી ચતુર્થી વ્રત - 7 જૂન 2023
પારણ કરવાનો સમય
ચંદ્રોદયનો સમય - બુધવારે રાત્રે 10.18 મિનિટે
 
ગણેશજીનું  શાસ્ત્રીય નામ વક્ર્તુંડ વિનાયક છે. શાસ્ત્રોમાં ચર્તુર્થીને તિથિઓની માતા પણ કહે છે. ચતુર્થી સાથે સમસ્ત તિથિઓમાં ભગવાન ગણપતિની આરાધના કરી. આ કારણે ચતુર્થીને  ભગવાન ગણેશ તરફથી વરદાન પ્રાપ્ત કરી અને સંકટ ચતુર્થી રાતમાં ગણપતિ ઉપાસના કરતા ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ સાથે વરદમૂર્તિની ભક્તિ પ્રાપ્તિના વરદાન આપ્યા. ભગવાન ગણેશને પ્રિય સંકટ ચતુર્થીના વ્રતનું  માત્ર વિધ્ન અને બંધનોથી મુક્તિ આપવા ઉપરાંત સમસ્ત કાર્યને પણ સિદ્ધ કરે છે. 
 
સંકષ્ટ ચતુર્થીમાં સંજે સ્નાના વગેરેથી નિવૃત થઈ ગણેશજીનું  પૂજન કરવાનું  વિધાન છે. ગણેશજીની વૈદિક અને પૌરણિક મંત્રોથી પૂજા કરવી જોઈએ . એમાં પુષ્પ,અક્ષત થી આહ્વાન અને આસન જલથી પાદ્મ-જળ અર્ધ્ય , આચમન , શુદ્ધ જલ , પંચામૃત , ગંધોદક અને પુન: શુદ્ધ જળ અને ગંગાજળથી સ્નાન કરાવવુ  જોઈએ. યજ્ઞોપવીત અને વસ્ત્ર , ગંધ અને ચંદન તિલક ,અક્ષત , રક્ત પુષ્પ માળા,  દૂર્વા,  સિંદૂર,  અબીર -ગુલાલ હરિદ્રાદિ સૌભાગ્ય દ્રવ્ય અને પ્રાર્થના અને વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. પૂજા પછી લાલ ચંદન અને હકીકની માળાથી આ અદભુત મંત્રની યથા શક્તિ જાપ કરો.