રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 એપ્રિલ 2020 (17:03 IST)

પતિને ત્રાસ આપતી મહિલાઓ સામે ગુનો નોંધવા સોસાયટીના ચેરમેને પોલીસને પત્ર લખ્યો

અમદાવાદમાં કોરોનાના કેસમા ચિંતાજનક વધારો થતાં હવે લોકો વધુને વધુ ડરી રહ્યા છે. વાડજ વિસ્તારમાં સોસાયટીના ચેરમેને પોલીસને પત્ર લખ્યો કે પત્નીના ત્રાસથી લોકો ઘરમાં રહેતા નથી માટે આવી મહિલાઓ સામે ગુનો નોંધો. વાડજ વિસ્તારમાં કોરોનાના કેસ 25થી વધુ પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારમાં દહેશત વ્યાપી જવા પામ્યો છે. તેમાંય ખાસ કરીને અભિષેક એપાર્ટમેન્ટના ચેરમેને વાડજ પોલીસને પત્ર લખીને જણાવ્યું કે અમારી સોસાયટીમાં કોરોના કેસ વધી રહ્યા છે. તેમ છતાં લોકો લોકડાઉનનો ભંગ કરીને રખડે છે. પોલીસ પણ હવે લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે સોસાયટીના સીસીટીવી ફૂટેજ ભેગા કરીને બહાર ફરનારા લોકો વિરૂદ્ધ ગુનો નોંધી રહી છે.