ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 4 મે 2022 (13:38 IST)

Dhanush: કેરલના દંપતીએ અભિનેતા ધનુષને બતાવ્યો પોતાનો ત્રીજો પુત્ર, કોર્ટે અભિનેતાને મોકલ્યુ સમન

ધનુષ સાઉથ ઈંડસ્ટ્રીના જાણીતા કલાકારોમાંથી એક છે. તેઓ મોટેભાગે પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે. પણ આ વખતે તેઓ કોઈ જુદા કારણથી ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે એક દંપતીએ ધનુષને લઈને જે દાવો કર્યો છે તેનાથી બધા હેરાન છે.  આ કારણે મદ્રાસ હાઈકોર્ટે અભિનેતાને સમન પણ મોકલ્યુ છે. ઉલ્લેખનીય છે કે કેરલના દંપતી કથિરેસને અને તેમની પત્ની મીનાક્ષીનો દાવો છે કે અભિનેતા ધનુષ તેમના પુત્ર છે. આ દંપતિએ મદ્રાસ હાઈકોર્ટમાં કેસ નોંધાવ્યો હતો, જે છેલ્લા અનેક વર્ષોથી ચાલી રહ્યો છે. 
 
અહેવાલો અનુસાર, કોર્ટે આ કેસમાં ધનુષને સમન્સ જારી કર્યા છે. કથીરેસને કોર્ટમાં દાવો કર્યો હતો કે અભિનેતાએ બનાવટી ડીએનએ ટેસ્ટ દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેના માટે તેણે પોલીસ તપાસની પણ માંગ કરી હતી. કથીરેસને એક અપીલ દાખલ કરી છે જેમાં કોર્ટને 2020 માં આપેલા આદેશને રદ કરવા જણાવ્યું હતું જેણે DNA રિપોર્ટને સમર્થન આપ્યું હતું.
 
દંપતીનું કહેવું છે કે ધનુષ તેમનો ત્રીજો પુત્ર છે. તેણે ફિલ્મોમાં કામ કરવા માટે તેનું ઘર છોડી દીધું. અભિનેતાના માતા-પિતા હોવાનો દાવો કરતા કથીરેસને દર મહિને 65,000 રૂપિયાના વળતરની માંગ કરી છે. બીજી તરફ, ધનુષે કપલના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. કથીરેસનની અરજી મદુરાઈ હાઈકોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી, ત્યારબાદ તેણે આ મામલે મદ્રાસ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ મામલાની નોંધ લેતા કોર્ટે અભિનેતા ધનુષ વિરુદ્ધ નોટિસ જારી કરી છે.