મંગળવાર, 4 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 3 નવેમ્બર 2025 (13:19 IST)

દીપ્તિ શર્માએ બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ આખી દુનિયામાં આવો કરનારી બની એકમાત્ર પ્લેયર

dipti sharma
ભારતીય ટીમે મહિલા વર્લ્ડ કપ 2025 નો ખિતાબ સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને જીતી લીધો. ભારતે પહેલેવાર આ મોટી ટૂર્નામેંટ જીતી છે. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 289 રન બનાવ્યા. ત્યારબાદ દીપ્તિ શર્માની બોલિંગ આગળ સાઉથ આફ્રિકાના બેટ્સમેન ટકી શક્યા નહી અને ખરાબ રીતે ફ્લોપ સાબિત થયા. આખી આફ્રિકી ટીમ 246 રન પર સમેટાઈ ગઈ અને ભારતે સહેલાથી ટારગેટ મેળવી લીધો.  
 
ઓલરાઉંડ રમતથી દિપ્તિ શર્માએ કર્યા પ્રભાવિત 
દીપ્તિ શર્માએ પહેલા બેટિંગ કરતા ફાઈનલમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 58 બોલમાં કુલ 58 રન બનાવ્યા. જેમા ત્રણ ચોક્કા ને એક સિક્સર મારી. તેમને ઋચા ઘોષની સાથે ટીમને 298ના સ્કોર સુધી પહોચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી. બેટિંગ પછી બોલિંગમાં પણ તેમને કોઈ ટક્કર આપી શક્યુ ન હી અને તેને 9.3 ઓવર્સમાં 5 વિકેટ મેળવીને લીધી. દીપ્તિ સાઉથ આફ્રિકાની બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરવામાં મહત્વનો રોલ પ્લે કર્યો છે. તેની આગળ આફ્રિકી ટીમના બેટ્સમેન રન બનાવવા માટે તરસતા જોવા મળ્યા. તેની સાથે શેફાલી શર્માએ પણ સારો સાથ આપ્યો અને બે વિકેટ ઝટકી લીધી. 

 
દીપ્તિ શર્માએ કરી કમાલ 
દીપ્તિ શર્મા કોઈપણ મહિલા કે પુરૂષ વનડે નૉકઆઉટ મેચમાં હાફસેંચુરી લગાવનાર અને પાંચ વિકેટ લેનારી પહેલી પ્લેયર બની ગઈ છે. તેના દમદાર રમથી આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેના પહેલા આવો વનડે નૉકઆઉટ મેચમાં એવો કોઈપણ પ્લેયર ન કરી શક્યો. દીપ્તિએ મહિલા વર્લ્ડકપ  2025 માં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યુ અને તેની સારી રમત ફાઈનલમાં પણ જોવા મળી.  
 
પ્લેયર ઑફ ધ ટૂર્નામેંટએ જીત્યો એવોર્ડ 
દીપ્તિ શર્માએ મહિલા વર્લ્ડ કપ 2025 માં કુલ 9 મુકાબલા રમ્યા. જેમા તેણે 215 રન બનાવ્યા. આ દરમિયાન તેમના બેટમાંથી 3 હાફસેંચુરી આવી.  આ ઉપરાત બોલિંગમાં ધાર બતાવતા તેમણે 22 વિકેટ લીધી. જે મહિલા વર્લ્ડ કપ 2025માં સૌથી વધુ છે. સારી બેટિંગ અન એ દમદાર બોલિંગ માટે તેમને પ્લેયર ઓફ ધ ટૂર્નામેંટનો એવોડ પણ જીત્યો.   
 
સાઉથ આફ્રિકા 
સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચમાં સ્મૃતિ મંઘાના અને શેફાલી વર્માએ દમદાર રમત રમી. આ પ્લેયર્સએ પહેલી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી અને મોટા સ્કોરનો પાયો નાખ્યો. તેમણે 78 બોલમાં કુલ 87 રન બનાવ્યા જેમા 7 ચોક્કા અને બે સિક્સર સામેલ છે. દીપ્તિ શર્માની બેટમાંથી 58 રન નીકળ્યા.  ભારતીય ટીમે આ  પ્લેયર્સ ને કારણે પહેલા બેટિંગ કરતા કુલ 298 રન બનાવ્યા.  બીજી બાજુ આફ્રિકી ટીમ તરફથી કપ્તાન લૌરા વોલ્વાર્ટે જરૂર 101 રન બનાવ્યા પણ તેમને બાકી ખેલાડીઓનો સાથ ન મળ્યો.  આ કારણે ટીમને હારનુ મોઢુ જોવુ પડ્યુ.