બુધવાર, 16 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 13 ફેબ્રુઆરી 2023 (13:51 IST)

IND vs AUS: ઘર્મશાળા નહી હવે ઇન્દોરમાં રમાશે ત્રીજી ટેસ્ટ મેચ, BCCI એ કર્યો મોટો નિર્ણય

IND vs AUS 3rd Test Venue: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્તમાન બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ 1 થી 5 માર્ચ સુધી રમાશે. આ ટેસ્ટ પહેલા ધર્મ શાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન  (HPCA) સ્ટેડિયમમાં થવાની હતી. પરંતુ કેટલીક તૈયારીઓ પૂર્ણ ન થવાને કારણે બોર્ડે આ મેચને અહીંથી ખસેડવાનો નિર્ણય પહેલેથી જ લઈ લીધો હતો. તે જ સમયે, BCCIએ આ ટેસ્ટ મેચ ધર્મશાલાના બદલે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં કરાવવાનો નિર્ણય લીધો છે.