1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (17:34 IST)

IND vs SL LIVE: વરસાદ પડતા ભારત-શ્રીલંકા વચ્ચેની મેચ અટવાઈ, ભારતનો સ્કોર 197/9

India_Lanka
IND vs SL LIVE: એશિયા કપ 2023ના સુપર-4 રાઉંડમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો રમાય રહ્યો છે. આ મેચ મંગળવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમાં રમાય રહ્યો છે. આ મેચમાં કપ્તાન રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલા બે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈંડિયાના બેટ્સમેનો અને બોલરોએ પાકિસ્તાન વિરુદ્ધ કમાલનુ પ્રદર્શન કર્યુ. હવે શ્રીલંકા વિરુદ્ધ પણ બધા ખેલાડીઓને આ જ આશા રહેશે.  આ મેચ સાથે જોડાયેલ બધા લાઈવ અપડેટ્સ તમને અહી મળશે. 
 
કેએલ રાહુલ પણ આઉટ 
શ્રીલંકાના યુવા સ્પિનર વેલ્લાલગે ભારતને ચોથો ઝટકો આપ્યો છે. તેમણે કેએલ રાઉલને 39ના સ્કોર પર પેવેલિયન ભેગો કર્યો છે. આ પહેલા રોહિત,  ગિલ અને વિરાટને પણ તેઓ આઉટ કરી ચુક્યા હતા. 
 
ઈશાન અને રાહુલ સ્થિર છે
ત્રણ આંચકાઓ પછી, ઇશાન કિશન અને કેએલ રાહુલ હવે ક્રિઝ પર સ્થિર છે. 28 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 145 રન છે. રાહુલ 34 અને ઈશાન 19 રન સાથે રમી રહ્યા છે.
 
રોહિત પણ બોલ્ડ બની ગયો
વેલ્લાલેજે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને બોલ્ડ કર્યો છે. રોહિત 53 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો છે.
 
વિરાટ પણ પરત ફર્યા 
શુભમન ગિલ પછી હવે વિરાટ કોહલી પણ પેવેલિયન પરત ફરી ચુક્યા છે. વિરાટ ફક્ત 3 રન બનાવીને આઉટ થયા છે. 
 
રોહિતના ફિફ્ટી પૂરા
રોહિત શર્માએ શ્રીલંકા સામે માત્ર 44 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધા છે. જ્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનની નજીક છે.
 
શુભમન ગીલ બોલ્ડ 
ડ્યુનિથ વેલ્લાલેજે શુભમન ગિલને 19 રનના અંગત સ્કોર પર બોલ્ડ કર્યો હતો.
 
ટીમ ઈન્ડિયાના 11 ઓવરમાં 80 રન
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે કોઈ વિકેટ ગુમાવ્યા વિના 80 રન બનાવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા 47 રન અને શુભમન ગિલ 19 રન સાથે રમી રહ્યા છે.