શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (12:34 IST)

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું નામ નિરંજન શાહ કરાયું

rajkot cricket Stadium
સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા નિર્મિત આંતરરાષ્‍ટ્રીય સ્‍તરના રાજકોટના ક્રિકેટ સ્‍ટેડિયમનું સંસ્‍થાના માનદ મંત્રી તરીકે વર્ષો સુધી અવિરત સેવા પ્રદાન કરનાર નિરંજન શાહનું નામ આપવામાં આવ્યું છે. જેનો વિધિવત નામકરણ સમારોહ આજે જય શાહની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

વર્ષ 2013માં રાજકોટમાં ક્રિકેટ સ્‍ટેડિયમનું ઉદ્‌ઘાટન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતીમાં સ્પીચ આપીને સ્ટેડિયમના નામકરણ પાછળની સફર વર્ણવતા જય શાહે જણાવ્યું હતું કે, નિરંજન શાહે ક્રિકેટમાં આપેલું યોગદાન વિશેષ છે. ગુજરાતના 3 એસોસિએશન છે, આમ છતાં આજે બેસ્ટ ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજા, 100 ટેસ્ટ રમનાર ચેતેશ્વર પૂજારા અને જયદેવ ઉનડકટ જેવા ફાસ્ટ બોલર નિરંજનભાઈની ઓળખથી જ મળ્યા છે.


સૌરાષ્ટ્રની રણજી ટીમ બે વાર ચેમ્પિયન બની છે, 3 વાર રનર્સ અપ બની છે અને વિજય હઝારેમાં પણ ચેમ્પિયન બની છે.વધુમાં ઉમેર્યું હતું કે, મને યાદ છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનતું હતું, ત્યારે પૈસાની તકલીફ પડી હતી. આ સમયે નિરંજનભાઈનો જ કોલ આવ્યો હતો અને જે મદદ જોઈતી હશે, હું કરીશ તેવું કહ્યું હતું. આ સાથે વર્લ્ડ કપની મેચને યાદ કરતા જણાવ્યું હતું કે, વર્લ્ડકપમાં સતત 10 મેચ જીતી હતી. આપણે કપ ન જીત્યા, પણ લોકોના દિલ જીત્યા છે. હવે (20-ટી) 2024માં રોહિત શર્માની આગેવાનીમાં જ જરૂર ચેમ્પિયન થશું અને તિરંગો લહેરાવીશું.