મંગળવાર, 28 નવેમ્બર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023 (09:19 IST)

ખંઢેરી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ પહેલાંની ફાઇનલ મેચ, રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે મેચને લઈ સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે, રાજકોટ-જામનગર રોડ પર ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આજે બંન્ને ટીમ આવી પહોંચી છે
 
રાજકોટ-જામનગર રોડ પર ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે 11મી આંતરરાષ્ટ્રીય અને ચોથી વનડે મેચ રમાશે.આ મેચ મહત્વની એટલા માટે કહી શકાય કારણ કે વર્લ્ડ કપ પહેલાની આ ફાઇનલ અંતિમ વનડે મેચ છે. ભારતની ટીમ સૈયાજી હોટલમાં રોકાઈ છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટિમ ફોરચ્યુન હોટલ ખાતે આવી પહોંચી હતી. સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી તેમજ ટીમના ખેલાડીઓને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. 
 
વિગતો મુજબ ટીમ ઇન્ડિયાને 70 રૂમ ફાળવવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્શિયલ સ્યૂટ રૂમ આપવામાં આવ્યો છે. 27 તારીખે ત્રીજી અને અંતિમ મેચ રમાવાની છે. 
અહીં રમાયેલી 3 વનડે મેચમાં કુલ 1807 રન બન્યા છે. તેમજ 171 ચોગ્ગા અને 26 છગ્ગાનો વરસાદ વરસ્યો છે