શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 3 મે 2022 (19:14 IST)

Crime News - ગર્ભવતી મહિલા સાથે કાળજુ કંપાવી દેનારી ઘટના, પરિવાર સામે રેલવે સ્ટેશન પર ગેંગરેપ

દુનિયામાં એવી ધૃણાસ્પદ ઘટનાઓ કરનારા પાશવી વ્યક્તિઓના લોકો છે જેની તમે કલ્પના પણ કરી શકતા નથી. જેને સાંભળીને તમે પણ હેરાન થઈ જશો. તમારુ માથુ ફરી જશે અને લોહી ઉકળી જશે. આ એવા પિશાચની સ્ટોરી છે જે પ્રેગનેંટ મહિલાને પણ નથી છોડતા. સમાજના આ જાનવરોને માણસ કહેવા પણ પાપ છે.  જી હા કાળજુ કંપાવી દેનારી આ ઘટના તમને પણ વિચલિત કરી શકે છે. આંધ્ર પ્રદેશની આ ઘટનામાં ત્રણ દુષ્કર્મીઓએ સ્ટેશન પર પરિવાર સાથે ટ્રેનની રાહ જોઈ રહેલી સગર્ભા મહિલાનું અપહરણ કર્યું અને પછી પરિવારની સામે જ તેના પર દુષ્કર્મ જેવું જઘન્ય કૃત્ય આચર્યું. તેનાથી પણ વધુ વિડંબના એ છે કે જ્યારે મહિલાના પતિએ રેલવે પોલીસને જાણ કરી ત્યારે ત્યાં કોઈ મળ્યું ન હતું અને માસૂમ ગર્ભવતી મહિલા સાથે સામૂહિક બળાત્કાર થયો હતો.
 
ત્રણેય આરોપીઓની ધરપકડ 
આ ઘટના આંધ્ર પ્રદેશના બાપટેલ જિલ્લાની છે. પતિ, પત્ની અને ત્રણ બાળકોનો પરિવાર ગુંટુરથી કૃષ્ણા જિલ્લામાં જઈ રહ્યો હતો. મધ્યરાત્રિએ, આ લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ત્રણ લોકો આવ્યા અને ગર્ભવતી મહિલાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો. પતિનો વિરોધ કર્યો તો તેને બિચારાને મારી મારીને અધમરો કરી નાખ્યો. ત્યારપછી સ્ટેશનથી થોડે દૂર મહિલા સાથે ગેંગરેપ કર્યો. આ ઘટના શનિવારે મધરાતે અને રવિવારે વહેલી સવારે બની હતી. પતિએ રેલવે પોલીસને મદદ માટે અપીલ કરી હતી, પરંતુ પોલીસે મદદ કરી ન હતી. મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્રણેય ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી એક સગીર છે. પીડિતાનો પરિવાર પ્રકાશમ જિલ્લાનો રહેવાસી છે.