ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દર્પણ 2017
Written By
Last Modified: શુક્રવાર, 1 જૂન 2018 (12:13 IST)

1992 મુંબઇ બ્લાસ્ટના આરોપી અહેમદ લંબૂની ગુજરાત ATS દ્વારા ધરપકડ

1992 મુંબઈ બ્લાસ્ટનો મોસ્ટ વોન્ટેડ આરોપી અહેમદ મોહમ્મદ લંબૂની ગુજરાત એટીએસએ દ્વારા ધરપકડ કરી છે. લંબુની ધરપકડ માટે સીબીઆઈએ લુક-આઉટ અને ઇન્ટરપોલ નોટિસ જાહેર કરી હતી. આ સાથે અહેમદ લંબુ અંગે જાણકારી આપનારને પાંચ લાખ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. અહેમદ લંબૂ દાઉદનો ખૂબ જ નજીકનો સાથી છે. વલસાડ અને વાપીની વચ્ચે દરિયા કિનારે ગુજરાત એટીએસ થોડા સમયથી એક સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. ગુરૂવારે રાત્રે આ ઓપરેશન અંતર્ગત તપાસ કરાઇ હતી. તે દરમિયાન એટીએસને મોટી સફળતા મળી હતી અને 1992ના મુંબઈ બ્લાસ્ટના આરોપીને પકડવામાં આવ્યો હતો. અહેમદ લંબૂ પર 1992 બ્લાસ્ટનું કાવતરૂં ઘડવાનો અને હથિયારો પૂરા પાડવાનો આરોપ છે. બોમ્બ બ્લાસ્ટ પછી લંબૂને ભગાડવામાં ડોસાએ મદદ કરી હતી. ત્યારથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. 12 માર્ચ, 1992ના રોજ મુંબઇમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં 257 લોકોનાં મોત થયાં હતાં. મુંબઇમાં ઉપરાછાપરી એક પછી એક એમ 12 પ્રચંડ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં 700થી વધુ લોકો ઘાયલ થયા હતા.