શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દર્પણ 2017
Written By
Last Modified: બુધવાર, 27 ડિસેમ્બર 2017 (17:37 IST)

Golden Tweet Of 2017 - વિરાટ અનુષ્કાના લગ્નનુ એલાન કરનારુ ટ્વીટ બન્યુ ગોલ્ડન ટ્વીટ ઓફ ધ ઈયર..

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના લગ્ન આ વર્ષે સૌથી ચર્ચિત કાર્યક્રમ રહ્યા અને અભિનેત્રી દ્વારા ભારતીય ક્રિકેટ કપ્તાન સાથે લગ્ન કરવાનુ એલાન કરનારુ ટ્વીટ ગોલ્ડન ટ્વીટ ઓફ ધ ઈયર બની ગયુ છે. 
 
 
માઈક્રોબ્લોગિંગ સાઈટની તરફથી રજુ નિવેદન મુજબ અનુષ્કાનુ ટ્વીટ આ વર્ષનુ સૌથી વધુ વાર રીટ્વીટ કરવામાં આવ્યુ હતુ. તેમના આ ટ્વીટ સાથે લગ્નની તસ્વીર પણ હતી. 
 
તેમણે લખ્યુ હતુ - આજે અમે એકબીજાને હંમેશા સાથે રહેવાનુ અને પ્રેમ કરવાનુ વચન આપી રહ્યા છીએ. અમે આ વાતને તમારા બધા સાથે શેર કરતા ખૂબ ખુશી અનુભવી રહ્યા છીએ. અમારા કુટુંબ અને ચાહકોના પ્રેમ અને આશીર્વાદે આ દિવસને વિશેષ બનાવી દીધો છે.  અમારી આ યાત્રામાં ભાગીદાર બનવા માટે આપનો આભાર. 
 
વિરાટે આ પોસ્ટ દ્વારા પોતાના લગ્નની પુષ્ટિ કરી હતી પણ તેમણે બીજી ફોટો શેર કરી હતી. ટ્વિટર પર આ વર્ષ પુરૂષ હસ્તિયોમાં સૌથી વધુ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાન વિશે વાત કરવામાં આવી. 
 
આ યાદીમાં અમિતાભ બચ્ચન સંગીતકાર એ આર રહેમાન અક્ષય કુમાર અને વરુણ ધવનનો પણ સમાવેશ છે.  દીપિકા પાદુકોણ ટ્વિટર પર સૌથી વધુ વાત કરનારી મહિલા અભિનેત્રીઓની યાદીમાં ટોપ પર છે. 
 
તેમની ફિલ્મ પદ્માવતી વિવાદોમાં આવી ગઈ છે અને રજુ થઈ શકી નથી. આ યાદીમાં આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડા શ્રદ્ધા કપૂર અને ભૂમિ પેડણેકર પણ સામેલ છે.  શાહરૂખની રઈસ ભલે બોક્સ ઓફિસ પર ખૂબ મોટી સફળતા મેળવી ન શકી હોય પણ તેમની ફિલ્મ વિશે ટ્વિટર પર સૌથી વધુ વાત કરવામાં આવી છે. 
 
અક્ષયની હિટ ફિલ્મ ટોયલેટ એક પ્રેમ કથા રોહિત શેટ્ટીની ગોલમાલ અગેન અને રણવીર કપૂરની જગ્ગા જાસૂસ એ ટોચની 10 ફિલ્મોમાં સામેલ છે જેમના પર સૌથી વધુ વાત કરવામાં આવી છે. સંજય લીલા ભંસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ પદ્માવતી આ યાદીમાં ચોથા સ્થાન પર છે.