મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 6 ઑક્ટોબર 2022 (16:19 IST)

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાના ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું, કુલ 41 ઉમેદવારો જાહેર થયાં

aam aadmi party
ગુજરાત વિધાનસભાની ચૂંટણી  નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારનું ચોથું લિસ્ટ જાહેર કર્યું. જેમાં 12 નવા ઉમેદવાર જાહેર કર્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે. આ સાથે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ અત્યારે સુધીમાં 4 યાદી જાહેર કરી છે. જેમાં પ્રથમ યાદીમાં 10 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ત્રીજી યાદીમાં 10 નામ જાહેર કરવામાં આવ્યા અને ચોથી યાદીમાં 12 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.  આમ આદમી પાર્ટીએ અત્યાર સૂધીમાં 41 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યા છે.
 
આ ઉમેદવારોને ટીકિટ મળી
 
નીરમલસિંહ પરમાર- હિંમતનગર
દોલત પટેલ- ગાંધીનગર સાઉથ
કુલદીપ વાઘેલા- સાણંદ
બિપીન પટેલ- વટવા
નટવરસિંહ રાઠોડ- ઠાસરા
ભરતભાઈ પટેલ- અમરાઈવાડી
રામજીભાઈ ચુડાસમા- કેશોદ
તકતસિંગ સોલંકી-શેહરા
દિનેશ બારીયા- કાલોલ (પંચમહાલ)
શેલેશ કનુભાઈ ભાભોર- ગરબડા
પંકજ તયડે-લિંબાયત
પંકજ પટેલ-ગણદેવી