સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (16:03 IST)

ઈ-કોમર્સ ક્ષેત્રમાં ઉતર્યા બાબા રામદેવ, હવે ઓનલાઈન મળશે પતંજલિના પ્રોડક્ટ

યોગગુરુ  બાબા રામદેવે હવે ઈ-કોમર્સમાં પણ ઝંપલાવ્યું છે. પતંજલિના ઉત્પાદનોના ઓનલાઈન વેચાણ માટે તેમણે અગ્રણી ઈ-રિટેલર અમેઝોન અને ફ્લિપકાર્ટ સાથે કરાર કર્યા છે. નવી દિલ્હીમાં બાબા રામદેવ અને આ બંને કંપનીઓ વચ્ચે કરાર થયા છે. બાબા રામદેવ તેમની આ પહેલ માટે હરિદ્વાર સે હર દ્વાર તકનું સૂત્ર આપ્યું છે.
 
પ્રેસ કોન્ફરન્સમાં રામદેવે કહ્યું કે, આગામી 50 વર્ષમાં અમે દુનિયા જીતીશું.  હવે ગ્રાહકો પતંજલિની પ્રોડક્ટ એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ મોલ, ગ્રોફર્સ અને બિગબાસ્કેટ સહિત અન્ય મોટા ઓનલાઇન પોર્ટલ પરથી ખરીદી શકશે. આ કંપનીઓ ઉપરાંત બાબા શોપક્લૂઝ અને નેટમેડ્સના મંચ પર પણ પ્રોડક્ટ વેચશે.