બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 10 નવેમ્બર 2023 (12:45 IST)

Aadhar-Pan Link : આ કારણે 11.5 કરોડ પાન કાર્ડ થઈ ગયા છે બંધ, હવે ભરવો પડશે ભારે દંડ

PAN-AADHAAR Link: કેન્દ્ર સરકારે 11.5 કરોડ પાન કાર્ડ બંધ કરી દીધા છે. આ કડક નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યું ન હતું. એક આરટીઆઈના જવાબમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) એ જણાવ્યું કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 30 જૂન હતી. નિયત સમયમાં બંને કાર્ડ લિન્ક ન કરાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
 
આ આદેશ હેઠળ, જે લોકો પાન-આધાર લિંક કરાવવામાં નિષ્ફળ જાય છે તેઓ પર રૂ. 1000નો દંડ ભરીને તેમના કાર્ડને ફરીથી સક્રિય કરી શકે છે. તેમણે કહ્યું હતું કે નવું પેન-કાર્ડ બનાવવાની ફી માત્ર રૂ. 91 છે, તો પછી કાર્ડ રિએક્ટિવ કરવા માટે સરકાર 10 ગણાથી વધુ દંડ શા માટે વસૂલી રહી છે? લોકો આવકવેરા રિટર્ન પણ ફાઇલ કરી શકશે નહીં. સરકારે પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.
 
દેશમાં 70 કરોડ પાન કાર્ડ છે.
 
દેશમાં આ પાન કાર્ડની સંખ્યા 70.24 કરોડ પર પહોંચી ગઈ છે. તેમાંથી 57.25 કરોડ લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું હતું. લગભગ 12 કરોડ લોકોએ નિર્ધારિત સમયમાં આ પ્રક્રિયાને અનુસરી ન હતી. તેમાંથી 11.5 કરોડ લોકોના કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે.
 
પાન કાર્ડ બંધ થવાને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સીબીડીટી અનુસાર, આવા લોકો આવકવેરા રિફંડનો દાવો કરી શકશે નહીં. ડીમેટ ખાતું ખોલવામાં આવશે નહીં અને મ્યુચ્યુઅલ ફંડ એકમોની ખરીદી માટે ચૂકવણી 50,000 રૂપિયાથી વધુ નહીં હોય. શેર ને ખરીદવા અને વેચવા માટે  રૂ. 1 લાખથી વધુની ચૂકવણી નહિ કરી શકો.   વાહનોની ખરીદી પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. બેંકમાં એફડી અને બચત ખાતા સિવાય કોઈ પણ  ખાતું ખોલી શકાશે નહીં. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ જારી કરવામાં આવશે નહીં. તમે વીમા પોલિસી પ્રીમિયમ માટે રૂ. 50,000 થી વધુ ચૂકવી શકશો નહીં. પ્રોપર્ટીની ખરીદી અને વેચાણ પર વધુ ટેક્સ લાગશે.