બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 30 માર્ચ 2022 (10:30 IST)

Fuel Price Hike: મોંઘવારીની માર, ગુજરાતમાં ફરી એકવાર પેટ્રોલના ભાવ 100ને પાર, જાણી લો આજનો ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સાતમી વખત વધારો થતા પેટ્રોલ 100 રૂપિયાને પાર . આજે અમદાવાદમાં પેટ્રોલનો પ્રતિલિટરનો ભાવ 100.66 રૂપિયા પર પહોંચી ગયો છે.  આઠ દિવસથી થઇ રહેલા વધારાને કારણે પેટ્રોલમાં 5.20 રૂપિયા જયારે ડીઝલમાં 5.60 પૈસા મળી રહ્યું છે  આજે પણ પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલમાં 82 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલનો ભાવ વધતા લોકોમાં અસંતોષ,  વધતા ભાવ સામે લોકો ચિંતામાં મુકાય ગયા છે. 
 
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ 22 માર્ચથી પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે પેટ્રોલના ભાવ ફરી રૂ. 100 પ્રતિ લિટરની સપાટી પાર કરી ગયા છે. ગુજરાતમાં પાંચ મહિના અને 23 દિવસ બાદ ફરી પેટ્રોલના કિંમતે સેન્ચુરી લેવલ ક્રોસ કર્યું છે. અગાઉ 7 ઓકટોબર 2021ના રોજ પેટ્રોલમાં રૂપિયા 100નો ભાવ થયો હતો. આજે પેટ્રોલમાં લિટર દીઠ 80 પૈસા અને ડીઝલમાં લિટર દીઠ 82 પૈસાનો વધારો થયો છે. ગત દિવાળીએ કેન્દ્ર અને રાજ્ય સરકારે ટેક્સમાં ઘટાડો કરતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ હાલમાં થયેલા ભાવ વધારાના કારણે સરકારે જે રાહત આપી હતી તે અત્યારની સ્થિતિએ અડધી થઈ ગઈ છે.
 
પેટ્રોલમાં અત્યાર સુધીમાં રૂપિયા 5.57નો વધારો થયો
 
22 માર્ચથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૂપિયા 5.57નો વધારો થયો છે. તેવી જ રીતે ડીઝલમાં પણ રૂપિયા 5.77 જેટલો વધારો થયો છે. પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા પ્રમાણે જે રીતે ક્રૂડના ભાવની સ્થિતિ છે તેને જોતાં આગામી દિવસોમાં પણ ભાવ વધારો ચાલુ રહી શકે છે. ગુજરાતમાં 2 નવેમ્બર 2021ના રોજ રૂ. 106.63 પ્રતિ લિટરનો સર્વોચ્ચ ભાવ થયો હતો. આ લેવલ પણ ટૂંક સમયમાં જોવા મળી શકે છે.
 
કાચા તેલના ભાવમાં પણ આજે ઉછાળો જોવા મળી રહ્યો છે
 
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 110 ડોલરની ઉપર પહોંચી ગઈ છે. જો આપણે આજના કાચા તેલની કિંમતો પર નજર કરીએ તો, નાયમેક્સ ક્રૂડ $ 1.02 એટલે કે 0.98 ટકા વધ્યા પછી બેરલ દીઠ $ 105.26 પર આવી ગયું છે. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ $ 1.13 અથવા 1.03 ટકા વધ્યા પછી બેરલ દીઠ $ 111.36 પર આવી ગયું છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે અને અહીં ઈંધણની કિંમતો સતત વધી રહી છે.