ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : સોમવાર, 1 એપ્રિલ 2019 (13:05 IST)

આજથી ક્યાક મળશે રાહત તો ક્યાક આફતનો કરવો પડશે સામનો, જાણો 1 એપ્રિલથી શુ ફેરફારો થઈ રહ્યા છે

એક એપ્રિલ એટલે મહિનાનો પહેલો દિવસ અને નવા ફાઈનેંશિયલ ઈયરની શરૂઆત. નવા મહિનાની શરૂઆત અનેક પ્રકારના નવા ફેરફરાને લઈને આવી રહી છે. 1 અપ્રિલ 
 
શરૂ થતા જ નવા નિયમ પણ શરૂ થવાના છે. આ નવા નાણાકીય વર્ષમાં સામનય લોકોને મોટી રહત મળશે તો બીજી બાજુ અનેક નવી આફતોનો સામનો પણ કરવો પડશે.  
 
આવો જાણીએ શુ નવા નિયમ આવી રહ્યા છે. 
1.  એક એપ્રિલથી સરકાર એ લોકોને રાહત આપી રહી છે જે નવા ઘર ખરીદવાનુ મન બનાવી રહ્યા હતા. 1 એપ્રિલ 2019થી મકાન ખરીદવા ખૂબ સસ્તા થઈ જશે.  
 
ઉલ્લેખનીય છે કે જીએસટી પરિષદે નિર્માણાધીન મકાનો પર જીએસટી દરનો એક ટકા અને અન્ય શ્રેણીના મકાનો પર પાંચ ટકા ઘટાડી દીધા છે. 
 
2 એક એપ્રિલથી બધા પ્રકારની લોન લેવી સસ્તી થઈ જશે.  કારણ કે બેંક હવે આરબીઆઈઅના નક્કી કરેલા નવા રેપો રેટના આધાર પર લોન આપશે. 
 
3. આ ઉપરાંત જીવન વીમા લેવો પણ સસ્તો થઈ જશે.  વીમાના નિયમોમાં થયેલ ફેરફારોથી સૌથી મોટો ફાયદો 22 થી 50 વર્ષના લોકોને થશે. 
 
4. એક એપ્રિલથી આવકવેરાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. 5 લાખ રૂપિયાની સીમા પર ટેક્સ નહી લાગે. સાથે જ બેંકમાં જમા પર 40 હજાર સુધીના વ્યાજ પર ટેક્સ 
 
ફ્રી રહેશે. 
 
5. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) પણ 1 એપ્રિલથી મોટો ફેરફાર કરવાનુ વિચારી રહ્યા છે. ઈપીએફઓના નવા નિયમો હેઠળ નોકરી બદલતા તમારો પીએફ 
 
આપમેળે જ ટ્રાંસફર થઈ જશે. 
 
6. એક એપ્રિલથી વાહન નિર્માતાઓ માટે પણ મોટો ફેરફાર થવાનો છે. વાહન નિર્માતાઓને 1 એપ્રિલ 2019 થી હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ  (HSRP) આપવી અનિવાર્ય 
 
રહેશે. 
 
7. એક એપ્રિલથી વીજળીના બીલને ભરવાની રીત પણ બદલાવવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલથી તમે મોબાઈલની જેમ વીજળીનું  પણ રિચાર્જ કરી શકશો. 
 
8. રેલવે પણ 1 એપ્રિલથી નવા નિયમોને લાવી રહી છે. રેલવે 1 એપ્રિઅલ્થી સંયુક્ત પીએનઆર રજુ કરશે. જો કોઈ મુસાફરને બે ટ્રેનોમા યાત્રા કરવાની છે તો તેના નામ પર 
 
સંયુક્ત પીએનઆર જનરેટ થશે. 
 
9. કારના શોક રાખનારા માટે ખરાબ સમાચાર છે. કારણ કે એક એપ્રિલથી કાર ખરીદવી મોંઘી થશે . ટાટા મોટર્સ જગુઆર લૈંડ રોવર ઈંડિયા, ટોયોટા, કિર્લોસ્કરએ કારની 
 
કિમંતોમાં વધારો કરવાનુ એલાન કરી દીધુ છે. 
 
10. જો તમે પણ અત્યાર સુધી આવકવેરા રિટર્ન ફાઈલ નથી કર્યો તો જલ્દી કરો. જો તમે 1 એપ્રિલ પહેલા આવકવેરા રિટર્ન ફાઈલ ન કર્યો તો તમને 10 હજાર રૂપિયા 
 
સુધીનો દંડ ભરવો પડી શકે છે. 
 
 
11. એક એપ્રિલથી નવા ફાઈનેશિયલ ઈયરની શરૂઆત થઈ રહી છે. આવામાં વેપારીઓ માટે વાર્ષિક જીએસટી રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 માર્ચ છે. 
 
12. પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ છે. એટલે કે તમને 1 એપ્રિલ પહેલા તમારા પેન કાર્ડને આધાર સાથે લિંક કરાવવી પડશે. જો તમે આવુ નથી કરતા તો તમારો પેન કાર્ડ રદ્દ પણ થઈ શકે છે. 
 
13. એક એર્પિલથી ટ્રાઈના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. ટ્રાઈના નિયમો મુજબ ટીવી ચેનલ પેકેજ પસંદ કરવા માટે તમારી પાસ્સે ફક્ત 31 માર્ચ સુધીનો સમય છે. તમારે જો 1 એપ્રિઅલ્થી પહેલા પોતના કેબલ કે ડીટીચ ઓપરેટર પાસે પંસંદ થયેલા ચેનલો વિશે માહિતી નથી તો પછી આ બંધ થઈ જશે.