ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (13:41 IST)

Jioના ફક્ત આ યુઝર્સને મળી રહ્યો છે 4500 રૂપિયા સુધીનો બેનિફિટ્સ, જલ્દી કરો ક્યાક આ તક ગુમાવી ન દો

jio fiber
ટેલિકોમ કંપની Reliance Jio એ Jio Fiber યુઝર્સ માટે ફેસ્ટિવ બોનાન્ઝા ઓફર રજૂ કરી છે. આ અંતર્ગત Jio ફાઈબરના ગ્રાહકોને 4,500 રૂપિયા સુધીનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ ઓફર ફક્ત તે જ યુઝર્સને આપવામાં આવશે જેઓ 1 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર વચ્ચે કનેક્શન ખરીદશે. Jio ફાઇબર ફેસ્ટિવ બોનાન્ઝાને Jioની સત્તાવાર વેબસાઇટ પર લાઇવ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ઑફર માત્ર બે પ્લાન સાથે ઉપલબ્ધ છે. આ પ્લાન્સ રૂ. 599 અને રૂ. 899 છે. ચાલો જાણીએ તમે આનો લાભ કેવી રીતે ઉઠાવી શકશો 

Jio Fiber રૂ 599 નો પ્લાનઃ આ પ્લાન એક્ટિવેટ કરવા પર તમને આ ઓફર મળશે. આમાં યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ આપવામાં આવી રહ્યું છે. તેમજ 30mbps ડેટા સ્પીડ આપવામાં આવશે. આમાં 3.3TB માસિક ડેટા આપવામાં આવે છે. આ સાથે, Disney + Hotstar, Sony Liv, Zee5 અને અન્ય 12 OTT પ્લેટફોર્મની મફત ઍક્સેસ આપવામાં આવી છે. આ ઉપરાંત, 550+ ટીવી ચેનલોનું ઓન-ડિમાન્ડ ટીવી સબસ્ક્રિપ્શન પણ ઓફર કરવામાં આવી રહ્યું છે. આ પ્લાન સાથે જિયો ફાઈબરના નવા યુઝર્સ 6 મહિનાની વેલિડિટી સાથે 4500 રૂપિયાનો લાભ પણ મેળવી શકે છે. નીચે   જુઓ બેનીફિટસ 
 
રિલાયન્સ ડિજિટલ પર રૂ. 1000ની છૂટ
Myntra પર રૂ.1000ની છૂટ
Ajio પર રૂ.1000ની છૂટ
Ixigo પર ફ્લેટ રૂ.1500ની છૂટ
 
Jio Fiber રૂ 899 નો પ્લાનઃ આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ અને 100mbps ડેટા સ્પીડ મળે છે. તેમા OTT લાભો આપવામાં આવે છે. જેમા Disney + Hotstar, Sony Liv, Zee5 અને અન્ય 12 OTT પ્લેટફોર્મ પર ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. તે 550+ ટીવી ચેનલોની ઍક્સેસ સાથે ઓન-ડિમાન્ડ ટીવી સબસ્ક્રિપ્શન પણ ઓફર કરવામાં આવે છે. આમાં નવા યુઝર્સને 3 મહિનાની વેલિડિટી સાથે 3500 રૂપિયાનો ફાયદો પણ મળી શકે છે.  નીચે   જુઓ બેનીફિટસ  
 
રિલાયન્સ ડિજિટલ પર રૂ. 500ની છૂટ
Myntra પર રૂ.500ની છૂટ
Ajio પર રૂ.1000ની છૂટ
Ixigo પર ફ્લેટ રૂ.1500ની છૂટ