બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 12 માર્ચ 2018 (17:34 IST)

નેપાળમાં બાંગ્લાદેશી વિમાનનુ ક્રૈશ લૈડિંગ, ઓછામાં ઓછા 38 લોકોના મોત

નેપાળની રાજધાની કાઠમાંડૂમાં બાંગ્લાદેશની એક ખાનગી એયરલાઈન યૂએસ-બાંગ્લાના દુર્ઘટનાગ્રસ્ત થવાથી ઓછામાં ઓછા 38 લોકોના માર્યા જવાના સમાચાર છે. 
 
ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના પ્રવક્તા નાથ ઠાકુર મુજબ જે સમયે વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયુ એ સમય વિમાનમાં ચાલક દળ સહિત 71 લોકો સવાર હતા. 
દુર્ઘટનાનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.  તેમાથી 17 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  પ્રત્યક્ષદર્શી મુજબ દુર્ઘટનાગ્રસ્ત વિમાનના કાટમાળમાંથી અનેક મૃતદેહ કાઢવામાં આવ્યા છે. 
નેપાળ પોલીસના પ્રવક્તા મુજબ ઢાકાથી આવી રહેલ આ ફ્લાઈટ કાઠમાંડૂના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ક્ષેત્રમાં બનેલ એક ફુટબોલ મેદાનમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ. 
 
સ્થાનીક મીડિયા તરફથી મળતા સમાચાર મુજબ ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર જનારી બધી ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે.