સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (21:59 IST)

અફગાનિસ્તાનમાં તાલિબાન કૈબિનેટની રચના, મોહમ્મદ હસન પ્રધાનમંત્રી અને અબ્દુલ ગની બરાદર બન્યા ડિપ્ટી પીએમ

છેવટે અફગાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના થઈ જ ગઈ. તાલિબાને પોતાની નવી સરકારનુ એલાન કરી દીધુ છે. તાલિબાનની નવી સરકારમાં મુલ્લા મોહમ્મદ હસન અખુંદને અફગાનિસ્તાનના પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે.  તાલિબાને અગાઉના શાસનના અંતિમ વર્ષમાં મુલ્લા હસન અખુંદે અંતરિમ પ્રધાનમંત્રીના રૂપમાં કાબુલમાં તાલિબાન સરકારનુ નેતૃત્વ કર્યુ હતુ. અબ્દુલ ગની બરાદરને દેશના નવા ઉપ પ્રધાનમંત્રી બનાવ્યા છે.  તાલિબાનની સરકારમાં સિરાજ હક્કાનીને આંતરિક મામલાના મંત્રી બનાવ્યા છે. 
 
તાલિબાનના મુખ્ય પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે મુલ્લા મોહમ્મદ હસનને મહત્વની જવાબદારી આપવામાં આવી છે. તાલિબાનના કો-ફાઉંડર અબ્દુલ ગની બરાદારને નાયબ વડા પ્રધાનની જવાબદારી આપવામાં આવી છે. અમેરિકા સાથે વાતચીત માટે મુલ્લા ગની બરાદર નેતૃત્વ કરઈ ચુક્યા છે. બરાદરે અમેરિકા સાથે સમજૂતે પર હસ્તાક્ષર કર્યા હતા. જેના અમેરિકા સંપૂર્ણપણે અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળી ગયુ હતુ. 

PM પ્રધાનમંત્રી -મુલ્લા મોહમ્મદ હસન અખુંદ
ડેપ્યુટી PM 1- મુલ્લા બરાદર
ડેપ્યુટી-PM 2-અબ્દુલ સલામ હનાફી
ગૃહમંત્રી-સિરાજુદ્દીન હક્કાની
સંરક્ષણ મંત્રી- મૌલવી મોહમ્મદ યાકૂબ
વિદેશ મંત્રી- મૌલવી આમિર ખાન મુતક્કી
સેનાના વડા-મુલ્લા ફઝલ અખુંદ
ડેપ્યુટી ચીફ ઓફ ઈન્ટેલિજન્સ-મુલ્લા તાજ મીર જવાદ
નેશનલ ડિરેક્ટોરેટ ઓફ સિક્યોરિટી (NDS)વડા-મુલ્લા અબ્દુલ હક વાસિક
શરણાર્થી બાબતોના પ્રધાન- અલીલઉર્રહમાન હક્કની
ઉપવિદેશ મંત્રી-શેર મોહમ્મદ સ્ટેનેકજઈ
સંસ્કૃતિ મંત્રાલયના ડેપ્યુટી મિનિસ્ટર-ઝબીઉલ્લાહ મુઝાહિદ
સંરક્ષણ મંત્રાલયના ચીફ ઓફ આર્મી સ્ટાફ-કારી ફરીઉદદ્દીન
 
તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઓમરના પુત્ર મુલ્લા યાકુબને રક્ષા મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. ખૂંખાર હક્કાની નેટવર્કના નેતા સિરાજુદ્દીન હક્કાનીને આંતરિક મામલાના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેને ઉપનેતાની જવાબદારી પણ આપવામાં આવી છે.  કાબુલમાં એક સરકારી ઓફિસમાં તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે કેબિનેટ હજુ પૂર્ણ થયું નથી, આ માત્ર કાર્યકારી છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું કે અમે દેશના અન્ય ભાગોના લોકોને પણ આ કેબિનેટમાં સામેલ કરવાનો પ્રયાસ કરીશું.
 
તાલિબાને અફઘાન પ્રજાને વચન આપ્યું હતું કે દેશમાં એક સમાવેશી સરકાર રચાશે અને મહિલા અધિકારોનું  પણ ધ્યાન રાખવામાં આવશે. તાલિબાને એમ પણ કહ્યું કે સરકારમાં ટોચના સ્તરે મહિલાઓની ભાગીદારી પણ સુનિશ્ચિત કરવામાં આવશે.  તાલિબાને અમીરખાન મુત્તકીને પોતાના વિદેશ મંત્રી બનાવ્યા છે. આમીર ખાન દોહામાં તાલિબાનની મધ્યસ્થી કરી ચુક્યા છે.