સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: કોલંબોઃ , શનિવાર, 9 જુલાઈ 2022 (16:20 IST)

Sri Lanka President House Attack: શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસ્યા પ્રદર્શનકારી, કર્યો કબજો, ઘરેથી ભાગ્યા ગોટાબાયા રાજપક્ષે

srilanka
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં સ્થિતિ વણસી રહી છે. એવા અહેવાલો આવી રહ્યા છે કે વિરોધીઓએ દેશના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ઘેરી લીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજપક્ષે ઘરેથી ભાગી ગયા છે. થોડા સમય પહેલા, જ્યારે શ્રીલંકાના ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેએ ભારે હોબાળા વચ્ચે રાજીનામું આપ્યું હતું, ત્યારે તેમણે આગચંપી અને હિંસક દેખાવકારોથી બચવા માટે તેમના પરિવાર સાથે ઘરેથી ભાગવું પડ્યું હતું.

 
સ્થાનિક મીડિયા અને સંરક્ષણ સૂત્રોને હવાલાથી સમાચાર એજન્સી AFP એ આ માહિતી આપી છે. શ્રીલંકાના અખબાર ડેઈલી મિરરના સમાચાર મુજબ પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસીને કબજો જમાવી લીધો છે. સ્થાનિક ટીવી ચેનલ ન્યૂઝફર્સ્ટના વિડિયો ફૂટેજમાં પ્રદર્શનકારીઓ શ્રીલંકાના ધ્વજ અને હેલ્મેટ ધારણ કરીને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. ટ્વિટર પર શેર કરાયેલા વીડિયોમાં સેંકડો વિરોધીઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવનની અંદર સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે.