મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 5 એપ્રિલ 2018 (11:16 IST)

Video - મહિલાએ જંગલમાં એકલા હાથે બાળકને આપ્યો જન્મ, કારણ જાણીને ચોંકી જશો તમે

સોશિયલ મીડિયા પર વર્તમાન દિવસોમાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  જેમા એક 43 વર્ષની મહિલાએ પોતાના બાળકોને ઘનઘોર જંગલમાં કોઈ ડોક્ટર અને સુવિદ્યાઓ વગર એકલા હાથે જન્મ આપ્યો. આ મામલો ઓસ્ટ્રેલિયાનો છે જ્યારે સિમોન નામની મહિલા પોતાના ચોથા બાળકને પ્રકૃતિના સાનિધ્યમાં જન્મ આપવા માંગતી હતી.  
 
એ નહોતી ઈચ્છતી કે તેને થનારા બાળકો હોસ્પિટલોમાં ડોક્ટરી સુવિદ્યાઓથી થાય. સિમોને કહ્યુ કે તેને સૌ પહેલા આ આઈડિયા પોતાના ઘરવાલાઓને આપ્યો. 
 
શરૂઆતમાં તો કોઈ તેના પર અમલ કરવા તૈયાર નહોતુ. પણ હું પોતાના બાળકોને સૌ પહેલા પ્રકૃતિ બતાવવા માંગતી હતી.  ત્યારબાદ કોઈ ડોક્ટરની મદદથી સિમોને પ્રકૃતિના ખોળામાં એક બાળકીને જન્મ આપ્યો. સિમોને પોતાની ડિલીવરીનો એક વીડિયો પણ તૈયાર કરાવ્યો જેને અત્યાર સુધી સોશિયલ મીડિયા પર 52 લાખ લોક જોઈ ચુક્યા છે.